વડોદરામાં માતા-પુત્રીના હત્યા?:'મારી બહેન અને ભાણી મને ગુડ નાઇટ કહીને ઉપરના માળે ગયા, પછી બંનેના મોત થયા, હત્યા થઇ હોવાની મને શંકા છે'

વડોદરા2 મહિનો પહેલા
  • પોલીસે મૃતક મહિલાના પતિની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરી
  • પતિની પૂછપરછમાં ચોંકવનારો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં ગરબે રમીને ઘરે આવ્યા બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. મહિલાના ગળાના ભાગે ઇજાનાં નિશાન મળી આવતા મૃતક મહિલાના ભાઇએ હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે પતિની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરી છે.

મારી બહેન અને ભાણીની હત્યા થઇ હોવાની આશંકા છે
મૃતક શોભનાબેનના ભાઇ શૈલેન્દ્રએ જણાવ્યું હતું કે, મારી બહેન અને ભાણી ગરબા ગયા હતા. ગરબા રમીને આવીને ગુડ નાઇટ કહ્યું હતું. પછી મારી બહેન ઉપરના માળે હતી. રાત્રે 12થી 2 વાગ્યાના ગાળામાં આ ઘટના બની છે. મારી બહેનના ગળામાં ઇજાના નિશાન છે. એટલે તેની હત્યા થઇ હોવાની મને શંકા છે.

મૃતક મહિલાના ભાઇ શૈલેન્દ્રએ બહેન અને ભાણીની હત્યાની આશંકા વ્યક્ત કરી
મૃતક મહિલાના ભાઇ શૈલેન્દ્રએ બહેન અને ભાણીની હત્યાની આશંકા વ્યક્ત કરી

પતિની પૂછપરછમાં ચોંકવનારો ખુલાસો થાય તેવી શક્યતા
ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રના મોતને પગલે સોસાયટીમાં સન્નાટો ફેલાઇ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે મૃતક મહિલા શોભનાબેનના પતિ તેજસ પટેલની આકરી પૂછપરછ શરૂ કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવારો ખુલાસો થાય તેવી શક્યતા છે.

મૃતક મહિલાના પતિ તેજસ પટેલની પોલીસે પૂછપરછ શરૂ કરી
મૃતક મહિલાના પતિ તેજસ પટેલની પોલીસે પૂછપરછ શરૂ કરી

પોલીસે મહિલાના ભાઇની પૂછપરછ કરી
મૃકત મહિલાનો પતિ તેજસ પટેલ ઘર જમાઇ તરીકે રહેતો હોવાથી પોલીસે મહિલાના ભાઇ શૈલેન્દ્રની પણ પૂછપરછ કરી હતી. આ દરમિયાન શૈલેન્દ્રએ પોલીસ સમક્ષ તેની બહેનની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે, જેને પગલે પોલીસે હત્યાના એંગલ પર તપાસ શરૂ કરી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ માતા-પુત્રીની હત્યાનું સાચુ કારણ બહાર આવશે.

ગરબે રમીને ઘરે આવ્યા બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થતાં પોલીસ દોડતી થઇ ગઇ
ગરબે રમીને ઘરે આવ્યા બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થતાં પોલીસ દોડતી થઇ ગઇ

માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત
ન્યૂ સમા રોડ પર આવેલી 48, ચંદનપાર્ક સોસાયટી 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઇ પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા.

મૃતક મહિલાના ભાઇએ કહ્યું, મર્ડર થયું હોય એવુ લાગે છે
મૃતક મહિલાના ભાઇએ કહ્યું, મર્ડર થયું હોય એવુ લાગે છે

શંકાસ્પદ મોતને પગલે પોલીસ દોડતી થઇ
માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. મહિલાના ગળાના ભાગે ઇજાનાં નિશાન છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો, પણ બંનેનાં મોત થયાં હતાં.

ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રના મોતને પગલે સોસાયટીમાં સન્નાટો ફેલાઇ ગયો
ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રના મોતને પગલે સોસાયટીમાં સન્નાટો ફેલાઇ ગયો