તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'My Mother in law Did Not Allow Me To Enjoy The Happiness Between Husband And Wife In The Bedroom, My Father Kicked Me Out Of The House Despite Giving Me Rs 10 Lakh'

દહેજ માટે ત્રાસ:'પિતાએ 10 લાખ આપ્યા છતાં મારાં સાસુ બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતાં નહોતાં, મને ઘરમાંથી કાઢી મૂકી', વડોદરાની યુવતીની વ્યથા

વડોદરા25 દિવસ પહેલા
  • લગ્ન બાદ પતિ સહિત સાસરિયાંએ દહેજ માટે મહેણાં-ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું
  • સાસુ દંપતીના બેડરૂમમાં જેઠાણીની 7 વર્ષની દીકરીને સાથે સૂવા મોકલી દેતાં હોવાનો આક્ષેપ
  • વડોદરાની યુવતીએ સુરતમાં રહેતા પતિ સહિત 6 સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી

પરિણીતાના હાથની મહેંદીનો રંગ ઊતર્યો ન હતો, ત્યાં જ દહેજ ભૂખ્યા સાસરિયાંએ લગ્નના ચોથા દિવસથી શરૂ કરેલા અમાનુષી અત્યાચારથી ત્રસ્ત પરિણીતાએ પતિ સહિત 6 સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે મારાં સાસુ પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતાં ન હતાં અને એમ્બ્રોઇડરી મશીન લાવવા માટે પિયરમાંથી 10 લાખ રૂપિયા ન લાવતાં ત્રાસ આપતાં હતાં. જોકે 10 લાખ રૂપિયા આપ્યા બાદ પણ ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું

વડોદરાની યુવતીના લગ્ન સુરતના યુવક સાથે થયા
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ બનાવની વિગત એવી છે કે વડોદરાની રહેવાસી દૃષ્ટિ(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ-2020માં સુરતમાં રહેતા વિનીત પટેલ સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ દૃષ્ટિએ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને કાકા સસરા સાથે સંયુક્ત કુટુંબમાં સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. પરંતુ, દૃષ્ટિના હાથની મહેંદીનો રંગ ગયો ન હતો ત્યાં પતિ સહિત સાસરિયાંએ મહેણાં-ટોણાં મારીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

સાસુ દંપતીના બેડરૂમમાં જેઠાણીની 7 વર્ષની દીકરીને સાથે સૂવા મોકલી દેતા હોવાનો આક્ષેપ(પ્રતીકાત્મક તસવીર).
સાસુ દંપતીના બેડરૂમમાં જેઠાણીની 7 વર્ષની દીકરીને સાથે સૂવા મોકલી દેતા હોવાનો આક્ષેપ(પ્રતીકાત્મક તસવીર).

દહેજ ભૂખ્યો પતિ તથા સાસરિયાં ત્રાસ આપતાં
પતિ અને સાસરિયાં જણાવતાં હતાં કે તારી જેઠાણી દહેજમાં રૂપિયા 2.50 લાખની ફિક્સ ડિપોઝિટ લઇને આવી હતી, પરંતુ તારા બાપે લગ્નમાં કશું આપ્યું નથી, એમ જણાવી દહેજ ભૂખ્યા પતિ તથા સાસરિયાંએ ભેગા મળી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

માટલીનો વ્યવહાર નહીં આપે તો ઘરમાં પ્રવેશ નહીં મળે
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે દૃષ્ટિ હોળી બાદ સાસરીમાં ગઇ ત્યારે માટલીના રિવાજમાં થતા વ્યવહારની સાસુએ માગણી કરી હતી. દૃષ્ટિએ સાસુને કહ્યું હતું કે અમારામાં આવો કોઇ રિવાજ નથી. ત્યારે સાસુએ કહ્યું, જો તું માટલીનો વ્યવહાર નહીં આપે તો ઘરમાં પ્રવેશ મળશે નહીં, જેથી દૃષ્ટિએ વ્યવહારમાં એક-એક હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ સાસુએ એ લેવાનો ઇનકાર કરી રૂપિયા બે-બે હજાર વ્યવહારની માગણી કરી હતી. દૃષ્ટિએ પોતાનું સાંસારિક જીવન ન બગડે એ માટે બે-બે હજાર વ્યવહાર કર્યો હતો.

પરિણીતાએ સુરતમાં રહેતા પતિ સહિત 6 સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતીકાત્મક તસવીર).
પરિણીતાએ સુરતમાં રહેતા પતિ સહિત 6 સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતીકાત્મક તસવીર).

સાસરિયાંએ ત્રાસ આપીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
દૃષ્ટિએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે સાસુ બેડરૂમમાં જેઠાણીની 7 વર્ષની દીકરીને અમારી સાથે સૂવા મોકલીને અમને- પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતાં ન હતાં અને એમ્બ્રોઇડરી મશીન લાવવા માટે પિયરમાંથી 10 લાખ રૂપિયા લઇ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતાં હતાં. પિતા પાસે વ્યવસ્થા ન હોવા છતાં 10 લાખ રૂપિયા આપ્યા હતા. એ બાદ પણ પતિ સહિત સાસરિયાંએ ત્રાસ આપવાનું બંધ કર્યું ન હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. પાણીગેટ પોલીસે દૃષ્ટિની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.