તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીનો આક્ષેપ:પતિ મારાં આંતરવસ્ત્રો પહેરીને નોકરી પર જતો રહેતો હતો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રાસ આપતાં પતિ, નણંદ સહિત 6 સાસરિયાં સામે ફરિયાદ
  • દીકરીનો જન્મ થતાં પરિણીતાને મેણા-ટોણા મારતા હતા

દીકરીનો જન્મ થતાં પરિણીતાને તારાં પગલાં અમારા ઘર માટે સારાં નથી, તું નેષ્ટી છે, તેમ કહી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર પતિ, નણંદ, નણદોઈ સહિત 6 સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે પતિ ઘણીવાર તેના આંતર વસ્ત્રો પહેરીને નોકરી પર જતો રહેતો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

છાણીમાં રહેતી પરિણીતાની ફરિયાદ અનુસાર તેના લગ્ન 2000ની સાલમાં જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતાને જાણ થઈ હતી કે, પતિના તેની સાથે બીજાં લગ્ન છે, લગ્નના 1 વર્ષમાં પરિણીતાને દીકરી જન્મી હતી. જેથી સાસરિયાઓ દ્વારા દીકરો જોઈતો હતો, પણ દીકરી આવી, તારાં પગલાં અમરા ઘરમાં સારાં નથી, તું નેષ્ટી છે, તેમ કહી પરિણીતાને હેરાન-પરેશાન કરતા હતા. સાસરિયાઓ દ્વારા પરિણીતાના ઘરવાળા તરફથી દહેજ ન આપવામાં આવ્યું હોવાથી પણ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

પતિ જાહેરમાં પરિણીતાના ચારિત્ર્ય અંગે લાંછન લગાવતો હતો તેમજ શારીરિક સંબંધ બાંધવા જબરજસ્તી કરતો હતો. પતિ પરિણીતાને છુટાછેડા આપી દે, મારે તો બહાર બીજી રાખેલી છે, તે ઘરમાં લઈ આવીશ તેમ પણ કહેતો હતો. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ ઘણી વખત તેના આંતરવસ્ત્રો પહેરીને નોકરી પર જતો રહેતો હતો. આમ સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતાં પરિણીતાએ પતિ જયેશ ઠક્કર, જેઠ દિનેશ ઠક્કર, નણંદ કૈલાશ ઠક્કર, નણદોઈ ચંદ્રકાંત ઠક્કર, નણંદ જયા ઠક્કર, નણદોઈ રાજેશ ઠક્કર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...