વડોદરાની પરિણીતાની આપવીતી:'મારા પતિએ ગર્ભપાતના બે દિવસ બાદ બ્લીડિંગ થતું હોવાછતાં શારીરિક સંબંધ બાંધ્યા, મારી સાથે જાનવર જેવુ વર્તન કરે છે'

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને સાસુના ત્રાસના કારણે પરિણીતા ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું

વડોદરા શહેરમાં શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાયલટ પતિ દિવસ-રાત શારીરિક સંબંધ બાંધવા માટે મને દબાણ કરતા હતા અને મારી સાથે જાનવર જેવું વર્તન કરતા હતા.

પતિ દારૂ પીધા બાદ પત્નીને ઢોર માર મારતો
વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં રશ્મિકા(નામ બદલ્યું છે)એ વર્ષ-2013માં મારા લગ્ન વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતા સંગ્રામ શિવાજી પાલેકર સાથે હિન્દુ વિધિ પ્રમાણે થયા હતા. મારા પતિ પાયલટની નોકરી કરે છે. મારા પતિએ દબાણ અને ધમકી આપીને અમારા લગ્નનો તમામ ખર્ચ મારા પિયર પક્ષ પાસે કરાવ્યો હતો. લગ્ન પછી સાસરીમાં ગયા બાદ મને ખબર પડી હતી કે, મારા પતિને દારૂ પીવાની ટેવ છે, તેઓ દારૂ પીધા બાદ અપશબ્દો બોલીને મને ઢોર માર મારતા હતા મારા સાસુ પણ મને જાતિવાચક અપમાન કરતા હતા. જોકે. સંસાર બચાવવા માટે હું બધુ મૂંગા મોઢે સહન કરતી હતી. અમારા લગ્ન જીવન દરમિયાન 6 વર્ષનો પુત્ર છે.

દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)

દિવસ-રાત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો
મારા પતિ સાસુની ચઢામણીથી મને અપશબ્દો બોલતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. લગ્ન પછી મને ખબર પડી હતી કે, મારા પતિ ગુસ્સાવાળા, લાલચુ અને હવસખોર માનસિકતા ધરાવે છે. તેઓ દિવસ-રાત તેઓ મને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા અને મારી સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. મારા પતિના આવા વ્યવહાર માટે સાસુને જાણ કરી હતી તો તેઓ કહેતા હતા કે, મારો દીકરો આવો જ છે તારે રહેવું હોય તો રહે હું તો તારા ઘરે જતી રહે.

પિતા પાસેથી 50 લાખ લાવવા પતિ અને સાસુ દબાણ કરતા હતા
આ ઉપરાંત આરોપીઓ મને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે, અમારે મરાઠી છોકરી લાવવી હતી પણ કરોડપતિને ત્યાં લગ્ન કરાવવા હતા અને તારા જેવી છોકરી સાથે ફસાઈ ગયા. આ ઉપરાંત મારા પિતા પાસેથી 50 લાખ રૂપિયા લાવવા માટે પતિ અને સાસુ દબાણ કરતા હતા. મારા પતિ શંકાશીલ સ્વભાવના હોવાથી લગ્નમાં મારી નોકરી પણ છોડાવી દીધી હતી.

પતિ અને સાસુના ત્રાસના કારણે પરિણીતા ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું (પ્રતિકાત્મક તસવીર)
પતિ અને સાસુના ત્રાસના કારણે પરિણીતા ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું (પ્રતિકાત્મક તસવીર)

ત્રાસના કારણે ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું
લગ્નના ત્રણ-ચાર મહિનામાં મારા સાસુએ અમને સંતાન પેદા કરવા માટે કર્યું હતું અને હું ગર્ભવતી થતાં તમામ ખર્ચ પિયર પાસેથી કરવામાં આવે તેમ કહીને ત્રાસ આપ્યો હતો. હું ગર્ભવતી હતી. તે દરમિયાન મારી સાસરીમાં પૂજા રાખવામાં આવી હતી. આ સમયે મારા સાસુએ 70થી 75 લોકોનું જમવાનું મારા પાસે બનાવડાવ્યું હતું. આમ માનસિક અને શારીરિક ત્રાસના કારણે ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું.

પત્નીનો ગર્ભપાત કરાવ્યાના 2 દિવસ પછી પતિએ હવસ સંતોષી
ગર્ભપાત કરાવ્યાના બે-ચાર દિવસમાં જ મારા પતિએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. અને મને બ્લીડિંગ થતું હોવા છતાં તેઓએ હવસ સંતોષી હતી. ત્યારબાદ હું ફરીથી ગર્ભવતી બની હતી, જેથી ડોક્ટરે મને આરામ કરવા માટે જણાવ્યું હતું. જેથી મારા સાસુએ કહ્યું હતું કે, તારા પિયરમાંથી 50 લાખ રૂપિયા લઇને આવજે અને નહીં તો તને સળગાવીને જમીનમાં દાટી દઇશું.

પત્નીનો ગર્ભપાત કરાવ્યાના 2 દિવસ પછી પતિએ હવસ સંતોષી હતી(પ્રતિકાત્મક તસવીર)
પત્નીનો ગર્ભપાત કરાવ્યાના 2 દિવસ પછી પતિએ હવસ સંતોષી હતી(પ્રતિકાત્મક તસવીર)

પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.