તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં પરિણીતાની વ્યથા:'મારો પતિ પરસ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવતો, દારૂ અને ડ્રગ્સ લઇને મારી સાથે મારઝૂડ કરતો હતો'

વડોદરા24 દિવસ પહેલા
  • પરિણીતાએ મારઝૂડ કરીને નાણાંની માગણી કરતા પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરામાં પતિ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધ તથા દારૂ અને ડ્રગ્સની કુટેવના પગલે પત્ની સાથે અવારનવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો અને નાણાંની પણ માગણી કરતો હતો. જેનાથી કંટાળીને પત્નીએ પતિ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ સામે ફરિયાદ કરનાર પરિણીતાએ પતિ સાથે એકવાર છૂટાછેડા બાદ ફરીથી તેની સાથે લગ્ન કર્યાં હતા.

પતિ અન્ય સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવતો હતો
પરિણીતાની ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ-1991માં દીપક ત્રિવેદી(રહે, પાદરા, જિ.વડોદરા)સાથે થયા હતા. હાલમાં સંતાનમાં 19 વર્ષની પુત્રી છે. અવારનવાર ઘરકંકાસથી કંટાળી વર્ષ-2012માં કોર્ટમાં જઇને છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે ફરી સંબંધો કેળવાતા પુનઃ લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ પતિના અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધની જાણ થઇ હતી. પતિ દારૂ અને ડ્રગ્સનો બંધાણી હતો અને અન્ય સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવતો હતો.

પતિ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધ તથા દારૂ અને ડ્રગ્સની કુટેવના પગલે પત્ની સાથે અવારનવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો(પ્રતિકાત્મક તસવીર)
પતિ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધ તથા દારૂ અને ડ્રગ્સની કુટેવના પગલે પત્ની સાથે અવારનવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો(પ્રતિકાત્મક તસવીર)

પતિ અવારનવાર ઝઘડો કરીને ધમકીઓ આપતો હતો
ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યાં છે કે, અવારનવાર ઝઘડો કરી જાનથી મરાવી નાખવાની ધમકી આપતો હતો અને 3.50 લાખ અને પુત્રીની સોનાની ચેન લઈ પતિ જતો રહ્યો છે. તેવી ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ વિરૂદ્ધ સ્ત્રી અત્યાચાર ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

10 દિવસ પહેલા પરિણીતાએ સાસસીયા સામે ફરિયાદ નોંધાવી હતી
10 દિવસ પહેલા વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં 'વહુ ક્યારેય દીકરી બની શકે નહીં, તું મારી દીકરી નથી' પત્નીના વિરોધી બની ગયેલા દીકરાને પોતાના વશમાં કરી પરિણીતાને ત્રાસ આપી રહેલા પતિ, સાસુ, સસરા, નણંદ અને દીયર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે વર્ષની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકાયેલી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે મહિલા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પરિણીતાએ મારઝૂડ કરીને નાણાંની માગણી કરતા પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)
પરિણીતાએ મારઝૂડ કરીને નાણાંની માગણી કરતા પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)

11 દિવસ પહેલા એક પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ કરી હતી
આ ઉપરાંત 11 દિવસ પહેલા વડોદરામાં દહેજ ભુખ્યા સાસરીયાએ લગ્નના ચોથા દિવસથી શરૂ કરેલા અમાનુષી અત્યાચારથી ત્રસ્ત પરિણીતાએ પતિ સહિત 6 સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, મારા સાસુ પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતા ન હતા અને એબ્રોઇડરી મશીન લાવવા માટે પિયરમાંથી 10 લાખ રૂપિયા ન લાવતા ત્રાસ આપતા હતા. જોકે, 10 લાખ રૂપિયા આપ્યા બાદ પણ ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું.

15 દિવસ પહેલા એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી
તારે આત્મહત્યા કરવી હોય તો કર, પરંતુ, પિયરમાંથી દહેજ પેટે રૂપિયા લાવવા પડશે. તેમ જણાવી ત્રાસ આપતા પતિ સહિત સાસરીયાએ સામે પરિણીતાએ 15 દિવસ પહેલા વડોદરાના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રેમલગ્ન કર્યાં બાદ પસ્તાયેલી પરિણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સાસરીયાઓને માત્રને માત્ર મારા પિતાની મિલકત અને રોકડ રકમમાં જ રસ હતો. પ્રેમ લગ્ન કરતા સંગીતાએ તેના પરિવારજનોએ સબંધો કાપી નાખ્યા હતા. પતિ વૈભવના ભરોસે સાંસારીક જીવવા માટે પતિ ગૃહે આવેલી સંધ્યાને લગ્ન બાદ તુરંત જ પતિ, સાસુ અને સસરાએ પિયરમાંથી દહેજ લઇ આવવા માટે દબાણ કરીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

મહિલા પોલીસે પતિ વિરૂદ્ધ સ્ત્રી અત્યાચાર ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)
મહિલા પોલીસે પતિ વિરૂદ્ધ સ્ત્રી અત્યાચાર ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)

20 દિવસ પહેલા પત્નીએ પતિ સામે ફરિયાદ કરી હતી
20 દિવસ પહેલા વડોદરા શહેરમાં પતિને દહેજમાં કાર અને રોકડ રકમ આપ્યા પછી પણ ત્રાસ ગુજારતા પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ મારા હાથ બાંધીને જાનવરની જેમ શારીરિક સુખ માણતો હતો અને પતિની ગેરહાજરીમાં સસરા શારીરિક અડપલા કરતા હતા. છાણી પોલીસે ઉચ્ચ શિક્ષિત પરિણીતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.