તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હંગામો:મારા પરિવારના જ 250થી વધુ મત છે, તો માત્ર 100 કેવી રીતે નીકળ્યા?

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનગઢના કોંગી ઉમેદવારનો EVM પર શંકા વ્યક્ત કરી હોબાળો

વડોદરા જિલ્લા અનગઢ બેઠક પર હારેલાં ઉમેદવાર પારૂલબેન મકવાણાના સમર્થનમાં ધનોરા ગામના લોકોએ EVM પર શંકા વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. ગામના મતદારોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને મત આપવા છતાં ભાજપને મત કેવી રીતે ગયા તે શંકાનો વિષય છે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસને 100 મત મળ્યા હતા અને ભાજપને 600 મત મળ્યા હતા. પરાજિત ઉમેદવારે આક્ષેપો કર્યા હતા કે, ગામમાં પરિવારના મતો જ 250 કરતાં વધારે છે તેવા સમયે કેવી રીતે માત્ર 100 મત નીકળ્યા. કોઇ તો ગરબડ છે કારણે કે આટલા ઓછા મતો નીકળે તે શક્ય નથી. આ અંગે સક્ષમ અધિકારીઓને આવેદનપત્રો આપીને રજૂઆત કરવામાં આવશે.

જિ.પં.માં 100 મત અને તા.પં.માં 700 મત નીકળ્યા
ધનોરાના સરપંચ પ્રવીણસિંહ મકવાણાએ આક્ષેપો કર્યા હતા કે, જિલ્લા પંચાયતમાં 100 વોટ કોંગ્રેસના નીકળ્યા, જ્યારે તાલુકા પંચાયતની બેઠક પર વર્ષાબેન ગોહીલને 700 મત મળ્યા છે, આવું કેવી રીતે બની શકે. તમામ ગ્રામવાસીએ બંને બેઠક પર કોંગ્રેસ માટે મતદાન કર્યું હતું. જેમાંથી માત્ર તાલુકાના વોટ નીકળ્યા અને જિલ્લા પંચાયતના વોટ ન નીકળ્યા, જેથી ઇવીએમમાં જ ગોટાળા કરાયા છે. ગામમાં વિરોધ નહતો. તમામે એકજૂટ થઇ બંને બેઠકો માટે કોંગ્રેસને મતદાન કર્યું છે, તેમ છતાં મત નીકળ્યા નથી. મોટાપાયે ગોટાળા કરવામાં આવ્યા છે. ગામના તમામ લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે ઉગ્ર રજૂઆતો કરાશે.

અન્ય સમાચારો પણ છે...