તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:મુસ્લિમ બિરાદરો વીડિયો કોલથી રમજાન ઇદની શુભેચ્છા પાઠવશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ઈદ, પરશુરામ જયંતી અને અખાત્રીજનો ત્રિવેણી સંગમ
  • ઘરમાં દીવા પ્રગટાવી પરશુરામ જયંતીની ઉજવણી કરવા અનુરોધ

14 મેના રોજ રમઝાન ઈદ, અખાત્રીજ અને પરશુરામ જયંતી આમ ત્રણ તહેવારો એક સાથે છે. કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લોકોને ઘરોમાં જ રહીને તહેવારો ઉજવવા માટે જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાના પગલે ધાર્મિક સ્થાનો કે પછી જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં ભેગા થવા પર સરકારે પ્રતિબંધ મુક્યો છે.શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂક સોનીએ જણાવ્યું હતું કે, શહેર ખતીબ દ્વારા પણ ઈદગાહ મેદાનમાં રમઝાન ઈદના પવિત્ર દિવસે જાહેર નમાઝ નહી પઢવામાં આવે તેમ જણાવ્યું છે. બીજી તરફ મુસ્લિમ ભાઈ-બહેનો ઘરમાં રહીને જ ઈદની નમાઝ પઢશે અને એકબીજાને વિડિયો કોલ તેમજ ફોન કરીને શુભેચ્છાઓ પાઠવશે.

બીજી તરફ પરશુરામ જયંતીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા શહેરમાં શોભાયાત્રા નિકળતી હોય છે. પરંતું ચાલુ વર્ષે બ્રહ્મસમાજ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનું આયોજન કર્યું નથી. બ્રહ્મસમાજના પ્રમુખ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ તમામને ઘરે રહીને જ પરશુરામ જયંતી ઉજવવા અને ઘરમાં દિવા પ્રગટાવવા માટે અપીલ કરી છે.પરશુરામ જયંતીના દિવસે જ અખાત્રીજ છે.અખાત્રીજ એટલે દરેક શુભપ્રસંગ માટે વણજોયેલું મુર્હત. આ દિવસે લોકો મકાન-ગાડી,જમીન તેમજ સોના-ચાંદીના ઘરેણા ખરીદતા હોય છે.પરંતું મહામારીની પરીસ્થીતીમાં જ્યાં આંશીક લોકડાઉનમાં સોનીઓની દુકાનો પણ બંધ છે ત્યારે લોકો અખાત્રીજના દિવસે ઘરમાં જ પુજન કરશે.

જ્યારે જે લોકો સોનું અને ચાંદી ખરીદતા હોય છે તે લોકો પોતાના સોનીઓને સંપર્ક સાધીને પણ લોકડાઉનમાં પણ શુકનનું સોનું ખરીદવા સંપર્ક કરી રહ્યાં છે. જે સોનીઓના ઘરે સોનાના સીક્કા તેમજ અન્ય ઘરેણા હોય છે. તેવા સોનીઓ ગ્રાહકોના ઘરે જઈને તેમને શુકનનું સોનું ખરીદવા માટે પણ વ્યવસ્થા કરી આપશે.

અન્ય સમાચારો પણ છે...