ટી-20:મુશ્તાક અલી ટ્રોફી : દીપક હુડાની તોફાની બેટિંગથી રાજસ્થાનનો વિજય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના એલેમ્બિક મેદાન પર રમાતી મેચમાં 39 બોલમાં અણનમ 74 રન નોંધાવ્યા

શહેરના એલેમ્બીક ક્રિકેટ મેદાન-2 પર રમાયેલી મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 મેચમાં વડોદરાના દીપક હુડાની તોફાની બેટિંગના કારણે રાજસ્થાન ટીમે ઝારખંડ ટીમને 6 વિકેટે પરાજય આપ્યો હતો. ઝારખંડની ટીમ દ્વારા 20 ઓવરમાં પાંચ વિકેટે 146 રન બનાવવામાં આવ્યા હતા.

જેના જવાબમાં રાજસ્થાનની ટીમે ચાર વિકેટે 147 રન બનાવી વિજય મેળવ્યો હતો. આજની રમતનું મુખ્ય પાસું વડોદરાના પરંતુ હાલ રાજસ્થાન ટીમ વતી રમતા દીપક હુડાએ 39 બોલમાં અણનમ 74 રન નોંધાવીને ટીમને વિજય અપાવ્યો હતો.

ઝારખંડના સુકાની સૌરભ તિવારીએ 36 બોલમાં 43 રન અને કુમાર દેવબ્રતે 34 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. રાજસ્થાન ટીમના સુકાની અશોક મનેરીયાએ ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. 46 રનના વિજય લક્ષ્યાંક સામે રાજસ્થાન ટીમે માત્ર 10 રનમાં બે વિકેટો ગુમાવી હતી, પરંતુ દીપક હુડાએ તોફાની બેટિંગથી ટીમને ઉગારી લેવા ઉપરાંત ટીમને વિજયના રસ્તે મૂકી દીધી હતી.

પ્રથમ બે વિકેટ સસ્તામાં પડી ગયા બાદ સુકાની અશોક મનેરીયા અને દીપક હુડાએ બીજી વિકેટની ભાગીદારીમાં 57 રન ઉમેરીને ટીમને રાહત આપી હતી. દીપક હુડાએ તેની ઝમકદાર રમત દરમિયાન 5 છગ્ગા ફટકાર્યા હતા અને ઝારખંડની ટીમની વ્યૂહરચનાને અસ્તવ્યસ્ત કરી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...