તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટસ:મુશ્તાકઅલી ટી-20 : વડોદરાની ટીમમાં પ્રથમવાર 22 ખેલાડીઓ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કૃણાલ પંડયા (સુકાની) - Divya Bhaskar
કૃણાલ પંડયા (સુકાની)
 • કોરોનાને લઇને બીસીસીઆઇની ગાઇડલાઇનનું પાલન
 • ટીમ પસંદગીમાં સિનિયર અને જુનિયરોને સમાન તક અપાઇ

વડોદરા ખાતે રમાનાર મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની વડોદરા ટીમની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી,જેમાં ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અગાઉ ટીમની જાહેરાત સોમવારે થનાર હતી પણ અગમ્ય કારણે ટીમની જાહેરાત અટવાઈ ગઈ હતી.

બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ માટેની વડોદરા ટીમની જાહેર કરવામાં આવી છે,પહેલાં વીસ ખેલાડીઓ સામેલ કરવાના હતા પણ બીસીસીઆઈની સુચનાને પગલે પ્રથમવાર 22 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. બીસીએના સૂત્રો મુજબ ટીમમાં સિનીયર અને જુનીયરોનું કોમ્બીનેશન રાખવામાં આવ્યું છે અને જેના કારણે ટીમ મજબૂત જણાઇ રહી છે.

ખેલાડી, કોચ સહિત ટીમમાં 31 સભ્યો રહેશે

 • કૃણાલ પંડયા (સુકાની)
 • કેદાર દેવધર
 • દીપક હુડા (ઉપસુકાની)
 • વિષ્ણુ સોલંકી( વિકેટ કીપર કમ બેટસમેન)
 • સ્મિત પટેલ ( વિકેટ કીપર)
 • નિનાદ રાઠવા
 • અભીમન્યુસિંહ રાજપૂત
 • ધ્રુવ પટેલ
 • અતીત શેઠ
 • બાબા શફીક
 • લુકમાન મેરીવાલા
 • મોહિત મોંગિયા
 • ભાનું પણીયા
 • કાર્તિક કાકડે
 • પ્રદિપ યાદવ
 • સોયેબ સોપારીયા
 • અંશ પટેલ
 • પાર્થ કોહલી
 • ભાર્ગવ ભટ્ટ
 • ચિંતલ ગાંધી
 • પ્રતિક ગોડાધરા અને પ્રત્યુષ કુમાર

- ટીમના અન્ય સભ્યોમાં હેડ કોચ પ્રભાકર બેરગોન્ડ,આસીસ્ટન્ટ કોચ અજીત ભોઈટે, બોલર કોચ મુનાફ પટેલ, ફીજીયો ડો.ઉસ્માન જૂજારા, ટ્રેનર અફઝલ ખાન, વીડીયો એનાલીસ્ટ કિરણ પઢિયાર, મેનેજર ધર્મેન્દ્ર અરોઠે, મેસ્યુર સુનીલ જાધવ અને શાહિદ શેખનો સમાવેશ થાય છે.

BCCI દ્વારા સ્પર્ધા પહેલાં મેદાન-હોટલનું નિરીક્ષણ
10મી જાન્યુઆરીથી વડોદરા ખાતે મુશ્તાક અલી ટ્રોફી માટેની એલીટ સી ગ્રુપની 15 મેચો રમાવાની છે.જેમાં છ ટીમો ભાગ લેનાર છે.પણ કોરોનાને લઈ મેચ દરમિયાન અને હોટલમાં કોવીડના સરકારી નીતિ નિયમોનું પાલન કરવા માટે બીસીસીઆઈ દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે.જેથી બોર્ડે નિયુકત કરેલી અમદાવાદ હોસ્પિટલની એક ટીમ હોટલ અને મેદાનનું નીરીક્ષણ કરવા માટે વડોદરા આવી હતી.ચાર સભ્યોની ટીમે એફ બી ગ્રાઉન્ડ,રેસકોર્સ અને સયાજીગંજની તારક હોટલોનું નીરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો