વિવાદ:મુશ્તાક અલી ટ્રોફીમાં 2 ખેલાડી માટે ભલામણના ફોનથી બેઠકમાં હોબાળો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બરમાં રમાનાર ટી-20ની ટીમની પસંદગી માટે બેઠક મળી હતી
  • કૃણાલ પંડ્યા સીધા ગૌહાતીમાં ટીમ સાથે જોડાશે જે યોગ્ય નથી : લેલે

ગૌહાતી ખાતે નવેમ્બરમાં રમાનાર ટી-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધા માટેની સોમવારે પસંદગી કરવામાં આવી હતી, જેમાં બે નામની પસંદગી માટેનો બેઠકમાં ફોન આવતાં ભારે હોબાળો થયો હતો. જોકે પસંદગીકારો મક્કમ રહેતાં વિવાદ શમી ગયો હતો. ગૌહાતી ખાતે નવેમ્બરમાં રમાનાર ટી-20 મુશ્તાક અલી ટ્રોફી માટેની પસંદગી સોમવારે કરાઈ હતી. જેમાં અગ્નિવેશ અયાચી માટે પસંદગીકારોને ચાલુ બેઠકે સીઇઓ શિશિર હટંગડીએ ફોન કર્યા હતા એમ મનાય છે. જોકે પસંદગીકારોએ મેરીટના આધારે ટીમની પસંદગી કરી હતી.

આ બાબતે બીસીએના સીઇઓ શિશિર હટંગડીએ જણાવ્યું હતું કે ‘મારું કામ પસંદગી કરવાનું નથી, પણ ગેસ્ટ પ્લેયર તરીકે અયાચીના નામની મંજૂરી બીસીસીઆઈ તરફથી આવી ગઇ છે. તે ટીમ માટે અવેલેબલ છે તે અંગેનો સંદેશો પસંદગીકારોને પાઠવ્યો હતો. તેની પસંદગી કરવા કોઈ સૂચના આપી ન હતી અને મારાથી તેવી સૂચના આપી પણ ન શકાય.અયાચી ઉપરાંત અંશ પટેલના નામ માટે પણ વિવાદ થયો હતો.પસંદગીકારોની બેઠકમાં કૃણાલ પંડ્યા હાજર ન હતો અને વિદર્ભ સામે રમાનાર શ્રેણી માટે તે ઉપલબ્ધ નથી.

આ અંગે બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘કૃણાલ પંડ્યાએ સીધા ગૌહાતી ખાતે સ્પર્ધામાં ટીમ સાથે જોડાવાની વાત કરી છે જે યોગ્ય નથી. કારણ કે કેપ્ટન ખેલાડીઓ સાથે વધુ દિવસો ન રહે તો ટીમનું બોન્ડિંગ કેવી રીતે થાય? પસંદ કરાયેલી ટીમમાં સુકાની કૃણાલ પંડ્યા,કેદાર દેવધર, શાશ્વત રાવત, વિષ્ણુ સોલંકી, ભાનુ પાનીયા, કાર્તિક કાકડે, અતીત શેઠ,નિનાદ રાઠવા,ચિંતલ ગાંધી, બાબા પઠાણ, પાર્થ કોહલી, શિવાલીક શર્મા, પ્રદિપ યાદવ, ભાર્ગવ ભટ્ટ, વાય.સીંગ, ધ્રુવ પટેલ, મીતેષ પટેલ(વિકી), વિશાલ, પ્રતિક ગોદારા અને અંશ પટેલ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...