પોસ્ટમોર્ટમનો નવો નિયમ અર્થહીન:મર્ડર, શંકાસ્પદ, અકસ્માતના કેસમાં સવારે જ PM કરવું પડશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર અંગદાનમાં જ ઉપયોગી થશે, હાલના સ્ટાફથી જ કામ કરવું પડશે

સરકારે સરકારી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ રાઉન્ડ ધ ક્લોક કરવાના આદેશ બાદ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજીમાં આ મુદ્દે મંગળવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવા નિયમને લીધે શું ફેરફાર કરવા પડશે તે અંગે ચર્ચા કરાઈ હતી. સુપરિન્ટેડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, ‘ આ નવા નિયમોને લીધે કાંઇ ખાસ ફરક પડશે નહીં. કારણ કે હત્યા, શંકાસ્પદ મોત અને અકસ્માત દરમિયાન માર્યા ગયેલા મૃતકોના પીએમ તો હાલના નિયત સમય દરમિયાન જ કરવા પડશે.

નવા નિયમને લીધે અંગદાન કરવા માગતા લોકોને બિનજરૂરી રાહ જોવી પડશે નહીં.’ ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલોના ફોરેન્સિક વિભાગમાં આ નવા નિયમને લીધે કર્મચારીઓ પર કામનું ભારણ વધી જશે. કોઇ નવા સ્ટાફની નિમણૂક કરવાની નથી. એસએસજીમાં દર વર્ષે 750થી 800 જેટલા પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...