ક્રાઈમ:બાપોદમાં આધારકાર્ડના ઝઘડામાં યુવકની હત્યા: 3 ભાઇની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતરાઇ ભાઇએ છાતીમાં મુક્કા મારતા યુવક જમીન ઢળી પડ્યો
  • એક વર્ષ પહેલાં કાળુને બાઇક વેંચી હતી એટલે આધાર કાર્ડ માગ્યું હતું

શહેરના બાપોદ વિસ્તારમાં આધાર કાર્ડના મુદે થયેલી બોલાચાલી બાદ તકરાર થતાં એક જ પરિવારના ત્રણ જણાંએ પિતરાઈ ભાઇની હત્યા કરી હતી જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. હાલમાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વુડાના મકાનમાં રહેતાં 25 વર્ષીય ધનેશ્વર (ઘનશ્યામ) પ્રવીણ સાથે વાત કરતો હતો. પ્રવીણે કાળુ ને ગત વર્ષે બાઇક વેચી હતી એટલે કાળુ આધારકાર્ડ પ્રવીણ પાસે માગતા ઘનેશ્વરે કહ્યું હતું કે, હમણા પ્રવીણ સાથે મારી વાત ચાલે છે. તુ પછી વાત કરવા માટે આવજે.

આમ, ધનેશ્વરે પછી વાત કરવા આવજે તેમ કહેતા કાળુ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે આધારકાર્ડના મુદે તકરાર કરી હતી ત્યારબાદ તેને છાતીના ભાગે મુક્કા માર્યા હતા જેથી તે જમીન પર પડી ગયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધનેશ્વરને ઇંજા પહોંચતા તેને તાત્કાલીક નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

આમ, નજીવી બાબતે થયેલા ઝઘાડામાં યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં આ બનાવના પગલે બારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જામ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ધનેશ્વર ઉર્ફે ઘનશ્યામના પિતાએ તેના કાકાના 3 પુત્રો બીરજુ રમેશ દેવી પૂજક, કાળુ રમેશ દેવીપુજક અને જગદીશ રમેશ દેવીપુજક પર હત્યાનો આરોપ મુક્યો હતો,ત્યારબાદ બાપોદ પોલીસે બનાવ સંબંધે ધનેશ્વરની માતા આશાબેન દેવીપુજકની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેવની ધરપકડ કરી હતી. પોલીસે પહેલા અકસ્માતે મોત દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, તપાસમાં બનાવ હત્યાનો હોવાનું કુલતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...