તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:4 દિવસથી ગુમ દાંડિયાબજારના યુવકની હત્યા, દેણાથી લાશ મળી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુમાડથી દેણા જવાના રસ્તે પાણી ભરેલા ખાડામાં લાશ ફેંકી હતી
  • ધર્મેશને હત્યારાઓએ ઝનૂનભેર 10થી વધુ ઘા ઝીંક્યા હતા

શહેરના નજીક દુમાડથી દેણાના વ્યાસેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના અંતરિયાળ રસ્તા પાસેના પાણી ભરેલા ખાડામાંથી દાંડિયાબજારના યુવકની 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરી દેવાયેલી લાશ મળી આવી હતી. દુમાડથી દેણા ગામ તરફ જવાના રસ્તા પર ડાબી તરફ પાણી ભરેલા ખાડામાં કોઈની લાશ પડી હોવાની માહિતી સ્થાનિક રહીશ તરફથી મળતાં તાલુકા પોલીસના પીએસઆઇ જેડી સરવૈયા, એઆર મહિડા તથા એલસીબીના પીઆઇ ડી.બી.વાળા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતાં ગામના સ્મશાન પાસેના રોડની સાઈડ પર પાણી ભરેલા ખાડામાં લાશ જોવા મળી હતી. 35 થી 40 વર્ષના અજાણ્યા પુરુષની લાશ 3થી 4 દિવસ જૂની અને ડી કમ્પોઝ હાલતમાં હતી.

તેના મોઢાના ભાગે રૂમાલ બાંધેલો હોવાનું પણ જોવા મળ્યું હતું. પોલીસે એફએસએલની ટીમને બોલાવીને લાશની ચકાસણી કરતાં શરીર પર તીક્ષ્ણ હથિયારના 10થી વધુ ઘા જોવા મળ્યા હતા, જેથી કોઈ અન્ય સ્થળે યુવકની હત્યા કર્યા બાદ હત્યારાઓએ આ સૂમસામ રોડ પર લાશ ફેંકી દીધી હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસમાં આ યુવકનું નામ દાંડિયાબજાર કાકા સાહેબના ટેકરામાં રહેતા ધર્મેશ સત્યનારાયણ કહાર હોવાનું બહાર આવ્યું હતું. લાશના ફોટા વાઇરલ થતાં તેના પરિવારને જાણ થઇ હતી. ધર્મેશના પરિવારે લાશની ઓળખ કર્યા બાદ પોલીસે હત્યારાઓની તપાસ શરૂ કરી હતી. ધર્મેશ રવિવારે કોને મળવા ગયો હતો અને તેને કોની સાથે અગાઉ ઝઘડા થયેલા હતા તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઈ હતી.

માથાભારે ધર્મેશ કહાર કિશનવાડી ગયા બાદ ગત રવિવારથી ગુમ હતો
ધર્મેશ સત્યનારાયણ કહારના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, ધર્મેશ દાંડિયા બજાર કાકાસાહેબના ટેકરા ખાતે રહેતો હતો. 26 વર્ષનો ધર્મેશ મચ્છીનો વેપાર કરતો હતો. તેણે છ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા અને એક બાળક પણ છે. ગત રવિવારે કોઈ વ્યક્તિનો ફોન આવતાં તે તેને મળવા કિશનવાડી ગયો હતો અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારથી ગુમ હોવાના કારણે ગુરુવારે તેનો પરિવાર પોલીસમાં જાણ કરવા ગયો હતો અને તે સમયે જ પોલીસ ગ્રૂપમાં પણ આ ફોટા જોવા મળ્યા બાદ તેની ઓળખ થઈ હતી.

હટ્ટાકટ્ટા યુવકને ક્રૂરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા
મૃતક પર ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હોય તેવું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું હતું. તેના પેટના હિસ્સામાંથી માંસ પણ બહાર નીકળી ગયું હતું. યુવકની શરીરની સ્થિતિ જોતાં તે હટ્ટોકટ્ટો હતો અને બેથી ત્રણ વ્યક્તિ તેને પહોંચી ન શકે તેવો શારીરિક બાંધો જોવા મળ્યો હતો .દુમાડથી દેણા તરફ જવાનો રસ્તો સાંજ પછી સૂમસામ બની જાય છે અને હત્યારા આ વાતના જાણકાર હોઈ શકે છે. જેથી તેનો ફાયદો ઉઠાવી રાત્રિના સમયે અન્ય સ્થળે યુવકની હત્યા કરી કોઈ વાહનમાં યુવકની લાશ લાવ્યા બાદ રોડ સાઈડના ખાડામાં ફેંકી હોવાનું મનાય છે.

દુર્ગંધ આવતાં તપાસ કરી તો લાશ દેખાઇ
હું નિત્યક્રમ મુજબ પશુ-પક્ષીઓને ખવડાવવા આ રસ્તા પર નીકળ્યો હતો. સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં અહીંથી ચાલતો પસાર થતો હતો ત્યારે મને દુર્ગંધ આવી હતી. જેથી મેં તપાસ કરતાં રોડ પાસેના પાણી ભરેલા ખાડામાં કોઈ વ્યક્તિનો પગ જોયો હતો. મને લાગ્યું કે, કોઈ વ્યક્તિની લાશ પડી છે, જેથી મેં તરત જ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. - વિષ્ણુભાઈ વાણંદ, પ્રત્યક્ષદર્શી દુમાડ

​​​​​​​

​​​​​​​બાવડા પર દોરેલા સિંહના ટેટૂથી મૃતકની ઓળખ થઇ
મૃતકના જમણા હાથના બાવડા પર સિંહનું ટેટૂ જોવા મળ્યું હતું. તેણે પહેરેલી ટી-શર્ટ તેના હાથ સુધી જતી રહી હતી. તેની છાતી, બરડાના ભાગે અને પેટના ભાગે પણ બે જગ્યાએ મળીને તીક્ષ્ણ હથિયારના 10 ઘા મારેલા હતા. સિંહના ટેટૂના આધારે પરિવારે લાશની ઓળખ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...