તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Murder Of A Young Man Selling Panipuri In Kandari Village Of Vadodara, Missing At Night After Leaving Home, Body Found From Seam Of Gandhara Village In The Morning

મર્ડર:વડોદરાના કંડારી ગામમાં પાણીપુરી વેચતા યુવાનની હત્યા, ઘરેથી નીકળ્યા બાદ રાત્રે ગુમ થયો, સવારે ગંધારા ગામની સીમમાંથી લાશ મળી

વડોદરા5 મહિનો પહેલા
ગંધારા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી હતી - Divya Bhaskar
ગંધારા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી હતી
  • પાણીપુરી વેચતા યુવાનની હત્યાનું કારણ હજી અકબંધ, કરજણ પોલીસે તપાસ શરૂ કરી
  • ગંધારા ગામની સીમમાં જ્યાંથી મૃતદેહ મળ્યો, તેની પાસેથી પાણીપુરીની લારી પણ મળી આવી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી જઇને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન પાણીપુરીનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું.

ગંધારા ગામની સીમમાંથી મળેલા મૃતદેહની ઓળખ પરિવારે કરી
કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતો અને મૂળ યુ.પી.નો વતની જ્ઞાનસિંઘ પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાબેતા મુજબ તે પોતાની પાણીપુરીની લારી લઈને પાણીપુરી વેચવા માટે ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. પરંતુ. તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી એક લાશ પડી હોવાની માહિતી કરજણ પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. આ સાથે જ્ઞાનસિંગની શોધખોળ ચલાવી રહેલા પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશ જ્ઞાનસિંઘની હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

યુવાનનો મૃતદેહ મળતા કરજણ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી
યુવાનનો મૃતદેહ મળતા કરજણ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો
પોલીસે જ્ઞાનસિંઘની લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે સાથે પોલીસે જ્ઞાનસિઘની હત્યા કેવી રીતે થઈ, કોણે કરી છે, શા માટે હત્યા કરી છે. તે અંગે તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસે હાલ અજાણી વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સ્થળ પરથી પાણીપુરીની લારી પણ મળી આવી હતી
સ્થળ પરથી પાણીપુરીની લારી પણ મળી આવી હતી

હત્યાનું કારણ હજી અકબંધ
જ્ઞાનસિંઘની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે કે, પછી કોઈ અન્ય કારણોસર થઇ છે. તે અંગેની અંગેની માહિતી મેળવવા પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી
ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી
અન્ય સમાચારો પણ છે...