તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પત્ની સાથે આડા સંબંધ ધરાવતો હોવાની આશંકાએ યુવકની હત્યા

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રાણિયા ગામે યુવકના માથામાં વાંસનો દંડો ફટકારતાં મોત

સાવલી તાલુકાના પોઇચા-રાણીયા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિણીત યુવાનને આડા સબંધની શંકા રાખી અન્ય ખેત મજૂરે માથામાં વાંસનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.ડભાસાના વતની શનાભાઇ ફકાભાઇ નાયક (ઉ.વ.38) છેલ્લા પાંચ માસથી સાવલી તાલુકાના પોઇચા-રાણીયા ગામની સીમમાં જયેશભાઇ પટેલના ખેતરમાં પત્ની મંજુલાબહેન સાથે રહી ખેતમજુરી કરતા હતા. દંપતિ જે ખેતર માલિકના ખેતરમાં રહીને મજૂરી કામ કરતું હતું તેજ ખેતર માલિકના બીજા ખેતરમાં આણંદ જિલ્લાના રાસનોલ ગામનો વતની સંજય ઉદેસિંહ રાઠોડ પત્ની આશાબહેન સાથે રહેતો હતો.

સંજયને શંકા હતી કે, શનાને તેની પત્ની આશા સાથે આડાસબંધ છે, જેથી બંને વચ્ચે ઝઘડા થયા હતા. તા.10 તારીખે સાંજે શનો નાયક ખેતરમાં ગયો હતો. ત્યારે સંજય રાઠોડ અને શના વચ્ચે આડા સંબંધની શંકાએ ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સંજયે ખેતરમાં પડેલો વાંસ શના નાયકના માથામાં મારી ફરાર થઇ ગયો હતો.

શનો લોહીલુહાણ થઇ ઘેર પાછો આવતાં તેણે પત્નીને સંજયે તેની પત્ની સાથે સંબધ હોવાનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. શનાને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મંજુલા નાયકે સંજય ઉદેસિંહ રાઠોડ સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંજય રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો