કાર્યવાહી:મુન્ના તડબૂચના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજસીટોકના ગુનમાં 8 માસથી ફરાર મુન્ના તડબુચના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં ધકેલી દેવાયો હતો. મુન્ના તડબૂચ સામે 1998થી શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 20 ગુના નોંધાયેલા છે. મુન્ના તડબૂચને 5 વખત પાસામાં પણ ધકેલાયો હતો. ગત જાન્યુઆરીમાં ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી તબક્કાવાર ગેંગના સૂત્રધાર અસલમ બોડિયા સહિત 24 ગુંડાને ઝડપી લીધા હતા. દરમિયાન તાજેતરમાં ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ 8 મહિનાથી ફરાર મહમંદ હુસેન ઉર્ફે મુન્નો તરબૂચ જાકીર હુસેન શેખ (નવાપુરા મહેબુબપુરા)ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું કે, બોડિયા સહિત 25 ગુંડા પકડાયા છે અને તેમાંથી 24 સામે કોર્ટમાં ચાર્જશીટ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...