ખાસવાડી સ્મશાનના રિનોવેશન અને નવિનીકરણ માટે ઘણા સમયથી અનેક સમાજના લોકો રજૂઆત કરી રહ્યા હતાં ત્યારે પાલિકાએ સી.એસ.આર હેઠળ એમ.ઓ.યુ કરી સ્મશાન અને ઉંડેરા તળાવનું રિનોવેશન કરશે. એમ.ઓ.યુની તમામ સત્તા મ્યુ.કમિશનરને અપાઇ છે.નાગરીકોની સુવિધાને લઇને પાલિકા સ્મશાનના રિનોવેશન અને નવિનીકરણના કામ માટે પાવરગ્રીડ કોર્પોરેશન અને આઈઓસીએલ સાથે એમઓયુ કરશે. સ્થાયી સમિતી દ્વારા આ કામગીરી માટે પાર્ટ-એની કામગીરી પાવરગ્રીડ અને પાર્ટ-2ની કામગીરી માટે આઈઓસીએલ થકી કરાવવા કમિશનરને સત્તા સોંપી છે.
જ્યારે શહેરમાં સમાવિષ્ટ વિસ્તારના તળાવની સ્વચ્છતા, જાળવણી અને નવિનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેની પાછળ 4.25 કરોડ જેટલા ખર્ચની શક્યતા છે. તળાવની ફરતે વોક-વે, બેઠક, રેલિંગ, ફેન્સિંગ, ગઝેબો અને ઘાટ સહિતના કામ થશે. આ કામગીરી પુર્ણ કરવા માટે આઈઓસીએલ સાથે એમ.ઓ.યુ કરવામાં આવનાર છે. અને તેને લઈ કામગીરી માટે સ્થાયી સમિતી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.