તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ હટાવાયા:વડોદરામાં પાલિકાએ બે સ્થળોએ મંદિરનું સ્ટ્રક્ચર અને દેરી તોડી પાડી, હિંદુ જાગરણ મંચ દ્વારા ધરણાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ બે સ્થળોએ મંદિરનું સ્ટ્રક્ટર અને દેરી તોડી પાડતા ભક્તોમાં રોષ જોવા મળ્યો - Divya Bhaskar
પાલિકાએ બે સ્થળોએ મંદિરનું સ્ટ્રક્ટર અને દેરી તોડી પાડતા ભક્તોમાં રોષ જોવા મળ્યો
  • મંદિરોના સ્ટ્રક્ચર તોડી પડાતા ભક્તોમાં રોષ જોવા મળ્યો

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે વહેલી સવારના સમયે શહેરમાં અલગ-અલગ બે વિસ્તારમાં મંદિરનું સ્ટ્રક્ચર તથા મંદિરની બનાવવામાં આવેલી દેરી તોડી પાડી હતી. કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા બંને ધાર્મિક સ્થળોનો ભાગ ગેરકાયદેસર રીતે સરકારી જગ્યામાં બનાવવામાં આવ્યો હોવાથી તેના સ્ટ્રક્ટચર દૂર કરવામાં આવ્યા હતા. જેને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. મંદિર ટ્રાફિકને નડતરરૂપ ન હતું તેમ છતાં પણ કેમ તોડવામાં આવી અને તેને પુન સ્થાપિત કરી આપે તેવી માંગણી સાથે હિંદુ જાગરણ મંચ દ્વારા આજે ધરણાં ઉપર બેસીરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા ૧૦ થી વધુ લોકોની રાવપુરા પોલીસે અટકાયત કરી છે

સિકોતરમાના મંદિરનું સ્ટ્રક્ચર અને પાણીનો કુંડ તોડી પાડ્યો
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-7ના ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે એક મંદિરનું સ્ટ્રક્ટચર છેલ્લા થોડા દિવસ પૂર્વે ઊભું કરવામાં આવ્યું હતું. જે અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે આ દબાણ દૂર કરવા અહીં બાંધકામ કરનારાઓને સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં અહીંના દબાણ યથાવત્ રહ્યા હતા. જેના પગલે આજે સવારે 5 વાગ્યે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં પાલિકાની દબાણ શાખાએ અહીંથી સિકોતરમાના મંદિરનું સ્ટ્રક્ચર અને પાણીનો કુંડ તોડી પાડ્યો હતો.

અધિકારીએ કહ્યું; 'ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભા કરાયા હતા'
અધિકારીએ કહ્યું; 'ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભા કરાયા હતા'

ગેરકાયદે હોવાથી દબાણ શાખાએ અહીંથી મંદિરની દેરી દૂર કરી
દાંડિયા બજાર ફાયર સ્ટેશન પાસે ત્રણેક મહિના અગાઉ કેટલાક લોકોએ મહાકાળી મંદિરની દેરી બનાવી દીધી હતી. આ જગ્યા પણ રસ્તાની વચ્ચે અને ગેરકાયદે હોવાથી દબાણ શાખાએ અહીંથી મંદિરની દેરી દૂર કરી હતી.

હિંદુ જાગરણ મંચ દ્વારા ધરણાં કરાયા.
હિંદુ જાગરણ મંચ દ્વારા ધરણાં કરાયા.

બંને ધાર્મિક સ્થળોના સ્ટ્રક્ચર ગેરકાયદે ઊભા કરવામાં આવ્યા હતા
બંને જગ્યાએ દબાણ દૂર કરવા મામલે તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને ધાર્મિક સ્થળોના સ્ટ્રક્ચર ગેરકાયદે ઊભા કરવામાં આવ્યા હતા. જે અંગે મળેલી ફરિયાદના આધારે નડતરરૂપ બાંધકામ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. બંને બાંધકામના કારણે ભવિષ્યમાં અહીં ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉભો થાય તેમ હતો.

અન્ય સમાચારો પણ છે...