પાલિકાની કાર્યવાહી:વડોદરામાં 3 વર્ષમાં અખાદ્ય પુરવાર થયેલા 27 સેમ્પલને લઇને પાલિકાએ વેપારીઓ પાસેથી 4.11 લાખનો દંડ વસૂલ્યો, મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કર્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર)
  • આરોગ્ય વિભાગે જુદા-જુદા વિસ્તારમાંથી લીધેલા સેમ્પલો પૈકી 27 અખાદ્ય પુરવાર થયા હતા

વડોદરામાં છેલ્લા 3 વર્ષમાં અખાદ્ય પુરવાર થયેલા 27 સેમ્પલને લઇને વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. પાલિકાએ વેપારીઓને 4.11 લાખનો દંડ વસૂલીને મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરાયો
વડોદરા શહેરની જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી વર્ષ-2019-20 અને 21 દરમિયાન ખાદ્ય પદાર્થોના સેમ્પલ કબજે કરીને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલ્યા હતા જે પૈકી 27 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતાં એજ્યુકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 4.11 લાખથી વધુના દંડની વસૂલાત કરીને વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કયા કયા વેપારીઓ સામ કાર્યવાહી?
વેપાર ઉદ્યોગસરનામુંસેમ્પલદંડની રકમ
ઓપ્યુલન્સ હોસ્પિટાલિટીગોરવામાવો10000
તાજ ડેરીકોમન પ્લોટપનીર6000
ગનાચે પેટીસારીયા પ્રા.લિઆજવા રોડકેક5000
હાર્દિક ટ્રેડિંગઆજવા રોડકપાસિયા તેલ7000
ઉમા એજન્સીફતેપુરાસોફ્ટ ડ્રિન્ક પાવડર8000
બેનડીઝ કિચનઇલોરાપાર્કબિરયાની4000
મંચ કેટરિંગગોરવાપનીર4000
શ્રી ભવાની ટ્રેડર્સહાથીખાનાકાળા મરી4000
પ્રેમ સુપરમાર્કેટકારેલીબાગઘી13000
ન્યુ તિરુપતિ ડેરી સ્વીટ એન્ડ ફરસાણઆજવા રોડઘી6000
બાલુભાઈ ખમણવાળામદનઝાંપા રોડઝીણી સેવ3000
શ્રી રાધે ડેરી ફાર્મસુસેન-તરસાલી રિંગ રોડઘી5000
પૃથ્વી ટ્રેડિંગ કંપનીલવિંગ9000
શ્રી ગુરુ દત્ત ભંડારશિયાબાગકપાસિયા તેલ3000
શ્રી ગુરુ દત્ત ભંડારશિયાબાગકપાસિયા તેલ8000
જય ભોલે દુગ્ધાલયન્યુ સમા રોડમીઠો માવો20000
એચ.બી.ગાંધીમદનઝાંપા રોડકાળા મરી પાવડર19,000
બિગ બજારફતેગંજમુખવાસ90,000
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક બિયર માલ્ટડ્રિન્ક22,500
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક બિયર75,000
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક બિયર10,000
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક ડ્રિન્ક5000
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક ડ્રિન્ક10,000
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક બિયર45,000
શક્તિ ટ્રેડીંગ કુગોરવાનોન આલ્કોહોલિક ડ્રિન્ક10,000
પરમેશ્વર ટ્રેડિંગ કંપનીહાથીખાનાકાળા મરીકેસ દાખલ કર્યો
ન્યુ ચંદન ટ્રેડર્સહાથીખાનાકાળા મરીકેસ દાખલ કર્યો
અન્ય સમાચારો પણ છે...