તકેદારી:પાલિકાની ટીમોનું 72 વખારોમાં ચેકિંગ 350 કિલો સડેલા ફ્રૂટનો સ્થળ પર નાશ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 248 સેમ્પલની ચકાસણી
  • તેલ, ઘી, આઈસક્રીમ, કેરી રસ સહિતના 337 નમૂના લેબમાં મોકલાયા

પાલિકાની ખોરાકી શાખાની ટીમે ઉનાળામાં ઠેર ઠેર વેચાઈ રહેલા કેરીના રસના વેચાણકર્તાને ત્યાં ચેકીંગ હાથ ધર્યુ હતું. તદુપરાંત પાલિકાએ એક મહિનામાં અલગ અલગ સ્થળોએ ચેકીંગ કરી 337 જેટલા સેમ્પલ લઈ તેને ચકાસણી માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે 72 વખારોમાં ચેકિંગ કરી 350 કિલો સડી ગયેલા ફ્રુટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ફુડ સેફ્ટી ઓન વહીલ્સ દ્વારા પણ 248 સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી છે.

પાલિકાની વિવિધ ટીમોએ છેલ્લા એક મહિના દરમિયાન શહેરના કારેલીબાગ, નિઝામપુરા, ગોરવા, ખોડીયાર નગર, હાથીખાના, ચોખંડી, વાઘોડિયા રોડ પ્રતાપનગર, ભાયલી, વાસણા રાવપુરા સહિતના સ્થળોએ ફ્રુટ વિતરકો, મસાલાના તંબુઓ, આઈસક્રીમ, કેરી રસ, જંગની ફેક્ટરીઓ, દુકાનો, દૂધની ડેરીઓ સહિતના સ્થળે સઘન ચેકિંગની કામગીરી આરંભી હતી. ટીમે ફુડ સેફ્ટી ઓન વહીલ્સ દ્વારા અલગ- અલગ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન 72 કેરીની વખાર, 95 નોન પેકેજડ પાણીના ઉત્પાદકો, 7 મસાલાના તંબુ, 58 દુકાનો, 4 પેકેજડ ડ્રિંકિંગ વોટર ઉત્પાદકો, 1 પીણા ઉત્પાદક, 20 દૂધની દુકાનો અને 4 ફૂડ કોર્ટમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તેલ, ધી, આઈસ્ક્રીમ, કેરી રસ, મેંગો મિલ્ક શેક, પીણા, દૂધ,પાણી, પનીર ,ચીઝ, વિવિધ ચટણી, પ્રીપેડ ડ વગેરેના 337 નમૂના લેવામાં આવ્યા હતા. ફ્રૂટના ગોડાઉનમાં કાર્બાઇડ પાવડર બાબતે ચેકિંગ દરમ્યાન કેરી, મોસંબી, નારંગી, દાડમ,ચીકુ જેવા આશરે 350 કિલો સડી ગયેલા ફળોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...