તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સાત ગામથી પાલિકાના વેરાની આવક રૂા.25 કરોડ વધી જશે, પ્રાથમિક સર્વેમાં 60 હજાર મિલકતનો ઉમેરો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂન 2020માં વધુ સાત ગામનો ઉમેરો થયો હતો

પાલિકાની હદમાં સાત નામુના સમાવેશ થયા બાદ તેની મિલકતોની સંખ્યા ની માહિતી મેળવવા માટે કરાયેલા પ્રાથમિક સર્વેમાં પાલિકાના ચોપડે 60 હજાર મિલકતોનો ઉમેરો થશે અને તેના કારણે 25 કરોડ રૂપિયાની આવક મેળવવમાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.પાલિકાની હદમાં સાત ગામનો ઉમેરો થતાં પ્રાથમિક સુવિધા આપવાની સાથે સાથે પાલિકાએઆ વિસ્તારમાંથી વેરાની વસુલાત કરવા માટે સર્વે હાથ ધર્યો હતો.પાલિકાની હદમાં અગાઉ વર્ષ 2019માં આઉટ ગ્રોથ વિસ્તારનો સમાવેશ થયા બાદ જૂન 2020માં વધુ સાત ગામનો ઉમેરો થયો હતો. જેમાં વડદલા, ભાયલી, બિલ, સેવાસી, ઉંડેરા, કરોડિયા અને વેમાલીનો સમાવેશ થાય છે.

પાલિકા દ્વારા હવે આ વિસ્તારો માં પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી માથે આવી છે ત્યારે પાલિકાએ આ વિસ્તારમાંથી કેટલી આવક થઈ શકશે તે અંગે તાજેતરમાં સર્વે કરાવવામાં આવ્યો હતો.સાત ગામોના વિસ્તારોમા આવેલી કોમર્શિયલ અને રહેણાંક મિલકતો ની માપણી કરવામાં આવી હતીમજેમાં કુલ અંદાજે 60 હજાર મિલકતો હોવાનું જણાઈ આવ્યું હતું.

આ મિલકતોની વેરા બિલો માટે આકારણી કરવામાં આવતા અંદાજે રૂપિયા 25 કરોડની વેરાની આવક થશે તેવો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે અને તે મુજબ વેરા બિલ તૈયાર કરી ઇસ્યુ કરવામાં આવે તેવું મનાઇ રહ્યું છે.તાજેતરમાં જ આઉટ ગ્રોથ વિસ્તારના સમાવેશ બાદ પાલિકાની હદમાં સાત ગામોનો સમાવેશ કરવામાંં આવતાં તેમના વેરાની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.જેના માટે પાલિકા દ્વારા ગહન સર્વે પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...