તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનોના જીવ જોખમમાં:વડોદરામાં રસ્તા પર રખડતી ગાયે ભેટી મારતા પાલિકાનો કર્મચારી રોડ પર પટકાયો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ

વડોદરા24 દિવસ પહેલા
કોર્પોરેશનના કર્મચારીને ગાયે ભેટીએ ચઢાવતા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી
  • પાલિકાના કર્મચારીને હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઇ ગયા
  • વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે

વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જીવલેણ પુરવાર થઇ રહી છે. મોડી સાંજે ઓફિસથી ઘરે જઇ રહેલા કોર્પોરેશનના કર્મચારીને ગાયે ભેટીએ ચઢાવતા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીમાં અવરોધરૂપ બની રહેલા ગૌપાલકો સામે પોલીસ ફરિયાદો પણ થઇ રહી છે.

ગાયે ભેટી મારતા કર્મચારી રોડ પટકાયો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા અરવિંદભાઇ પરમાર વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરે છે. મંગળવારે સાંજે તેઓ નોકરી ઉપરથી છૂટીને બાઇક પર ઘર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન મહેશ કોમ્પ્લેક્ષ પાસે રસ્તા ઉપર બેઠેલા ગાયોના ટોળાએ દોડા દોડ શરૂ કર્યું હતું. જેમાં એક ગાયે બાઇક ચાલક અરવિંદભાઇ પરમારને ભેટીએ ચઢાવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા.

પાલિકાના કર્મચારીને હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઇ ગયા
પાલિકાના કર્મચારીને હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઇ ગયા

હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઇ ગયા
અરવિંદભાઇને ગાયે ભેટીએ ચઢાવતા તેઓના હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અરવિંદભાઇ રોડ પર પટકાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજા પામેલા અરવિંદભાઇને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગાયે ભેટીએ ચઢાવતા અરવિંદભાઇનો જીવ બચી ગયો છે, પરંતુ, તેઓના હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ છે
નોંધનીય છે કે, વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ, કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે, ત્યારે ગૌપાલકો પોતાની ગાયોને ઢોર પાર્ટીથી બચાવવા માટે બાઇકો પર લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે નીકળી પડે છે. નવાપુરા પુરા વિસ્તારમાં કોર્પોરેશનની કામગીરીમાં અવરોધરૂપ બનેલા ગૌપાલકો સામે ફરિયાદ પણ નોંધાઇ છે.

અરવિંદભાઇ પરમાર વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરે છે
અરવિંદભાઇ પરમાર વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરે છે

રખડતી ગાયોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનિય બાબત એ પણ છે કે, સ્માર્ટ સિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યું છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં, કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તી અપાવવા માટે મોટી વાતો થાય છે. પરંતુ, તેનો કોઇ અમલ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...