ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મુંબઇ પોલીસ યુરોપમાં શોધે છે તે USનો મોસ્ટ વોન્ટેડ પ્રજ્ઞેશ દેસાઇ વડોદરામાં છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રજ્ઞેશ દેસાઈ - Divya Bhaskar
પ્રજ્ઞેશ દેસાઈ
  • અમેરિકન મોડેલની હત્યામાં યુરોપથી માત્ર એક આરોપી હાથ લાગશે
  • લિયોના હત્યા કેસમાં મુંબઇ પોલીસે મારું નામ ખોટી રીતે સંડોવ્યું હતું : પ્રજ્ઞેશ દેસાઇ

અમેરિકન મોડેલ લિયોનાની હત્યા ના બે આરોપીને શોધવા મુંબઈ પોલીસ ચેક રિપબ્લિક ના પ્રાગ શહેરમાં પહોંચી છે ત્યારે અગાઉ નિર્દોષ છૂટેલા હાલ માં મુંબઈ હાઈ કોર્ટમાં રિઓપન થયેલા મામલામાં આરોપી અને અમેરિકા માં હજુ પણ મોસ્ટ વોન્ટેડ એવા પ્રજ્ઞેશ દેસાઈને દિવ્ય ભાસ્કરે શોધી કાઢ્યો હતો. રિપોર્ટર નિરજ પટેલ સાથે વાતચીતમાં પ્રજ્ઞેશે જણાવ્યું હતું કે હું વડોદરામાં જ છું અને મુંબઇ હાઇકોર્ટમાં નિયમિત હાજરી આપુ છું.

લિયોના હત્યા કેસમાં હું સપ્ટેમ્બર 2003માં થાણા સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો હતો. મારી સાથેનો આરોપી વિપુલ મનુભાઈ પટેલ (ઉ.વ. ૨૭, રહે. ૯, શ્રીજી શ્રદ્ધા સોસાઈટી કારેલીબાગ) નો સમાવેશ થતો હતો. કાશી મીરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં અનેક વિસંગતતાઓ હોવા ઉપરાંત અદાલતે બચાવ પક્ષની દલીલો ને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો બાદમાં પોલીસે હાઈકોર્ટમાં અપીલ કરી હતી એ મામલો હજુ વિચારાધીન છે.

આ કેસમાં હું નિયમિત હાજરી આપતો હતો બાદમાં અદાલતે મને વડોદરાના સયાજીગંજ પોલીસ મથક માં દર રવિવારે હાજરી ની શરત મૂકી હતી ત્યાં પણ હું નિયમિત હાજરી પુરાવું છું. 2003માં લિયોના હત્યા કેસમાં મારું નામ ખોટી રીતે સંડોવી દીધું હતું આ અંગે મેં ઉચ્ચ કક્ષાએ અને અદાલત માં રજૂઆત પણ કરી હતી નિર્દોષ છૂટયા બાદ 2007માં મહારાષ્ટ્રના તત્કાલીન ડી જી પી એસ પી પસરિચાને કાશી મીરા પોલીસ મથકના તે સમયના તપાસ અધિકારી પી આઇ ઉત્તમ કદમ અને સુપરવિઝન અધિકારી રામરાવ પવાર દ્વારા મારી અને મારા પરિવાર પાસે મોટી રકમની લાંચ માગવામાં આવી હતી અને નહીં આપો તો અપીલ કરી પાછા ફસાવી દેવાની ધમકી આપી હોવાની રજૂઆત લેખિતમાં મેં કરી હતી. થયું પણ એવુ જ કે મેં લાંચ નહીં આપતા મારા કેસની અપીલ કરવામાં આવી હતી.

મેં ઉચ્ચ કક્ષાએ 344 પાનાની લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોટી રકમની માંગ નહીં સંતોષાતાં ફેબ્રુઆરી 2004માં અમેરિકાથી એફબીઆઇ લિયોના હત્યા કેસની તપાસ માટે મુંબઈ આવી હતી ત્યારે તપાસ અધિકારીઓએ ખોટી માહિતી આપી હતી અને મુખ્ય સાક્ષીના નિવેદનને પણ ફેરવી તોડ્યું હતું. જો કે હજી સુધી ઇન્ટરપોલની વેબસાઇટ ઉપર રેડ કોર્નર નોટિસમાં પ્રજ્ઞેશ દેસાઈનું નામ અને એફ બી આઇ ના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં કેમ હજી તમારું નામ છે એવા સવાલ નો યોગ્ય જવાબ પ્રજ્ઞેશ દેસાઈ આપી શક્યા ન હતા અને એફ બી આઇ ની નજરમાં હું હજી ગુનેગાર છું એવી કબૂલાત કરી હતી.

વિપુલ પટેલ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો છે
પ્રજ્ઞેશ દેસાઇએ જણાવ્યું હતું કે, હું કાયદાનું સંપૂર્ણ પણે પાલન કરું છું અને મને ભારત માં ન્યાય તંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે, તેમ છતાં મારી જાણ બહાર નોન બેઇબલ વોરંટ ઇસ્યુ થયું છે આ અંગે મે મારા વકીલો નો સંપર્ક કર્યો છે અને અદાલત સમક્ષ હું મારી વાત રજૂ કરીશ.રહી વાત બીજા આરોપી વિપુલ પટેલ ની તો એના અંગે મને કશું જ ખબર નથી કે એ અદાલત માં હાજર રહે છે કે કેમ પરંતુ એ ઇંગ્લેંડમાં સ્થાયી થઈ ગયો હોવાની મને જાણકારી છે.

અન્ય સમાચારો પણ છે...