તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન કાર્યક્ષમતા:મલ્ટી ટાસ્કિંગ માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ઓનલાઇન કાર્ય ક્ષમતા વધારવી પડે

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત એમ્પલોયર્સ ઓર્ગેનાઇઝેશન (GEO) દ્વારા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર 11મા એચઆર કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વ્યવસાય માટેનું માનવ સંસાધન 2021 - અસાધારણ પરિદ્રશ્ય વિશે ચર્ચા કરાઇ હતી. જેમા પૂર્વ આઈએએસ અધિકારી શક્તિ સિન્હાએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દરેક કર્મચારીએ એકથી વધુ અને ઓનલાઇન કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરી ઓફિસમાં એક સાથે કાર્ય કરવાની પદ્ધતિ ને બદલે ઓનલાઇન કાર્ય કરવામાં કુશળતા રાખવી પડશે.

હકીકતમાં કોરોના કાળ દરમિયાન માનવજાત તથા તમામ સંસ્થાઓ પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવીને કાર્ય કરવામાં સફળ રહ્યા જેથી ઘણી ભ્રમણાઓ તૂટી. એચ આર કન્વેનશન કમિટીના ડિરેક્ટર સુરેન રાઠોડે જણાવ્યું કે, આ સંમેલનનો મુખ્ય ભાગ એચઆર અને વ્યવસાયનું ઉત્તમ રૂપાંતર છે, ખાસ કરીને તમામ એચઆર સભ્યો અને સભ્ય સંસ્થાઓ માટે એચઆર પરિપ્રેક્ષ્યમાંથી વ્યવસાય પર્યાવરણની દ્રષ્ટિએ આ પોસ્ટ કોવિડ દૃશ્ય સાથે વ્યવહાર કરવા માટે એક માર્ગદર્શક સાથે અસરકારક એચઆર અને વ્યવસાયની અસાધારણ પરિસ્થિતિમાં સાથે સફર કરી શકીએ છે. આ એચઆર કન્વેન્શનમાં 300થી વધુ લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો