બેઠક:મ્યુ. કમિશનરે બદલી માટે ગાંધીનગરમાં રજૂઆત કરી

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની જૂથબંધીમાં મ્યુ.કમિ. ભેરવાયા ?
  • વડોદરાથી નિવૃત્તિ નહીં લેવા કમિશનરના પ્રયાસ

ભાજપની જૂથબંધીમાં મ્યુ. કમિશનર અટવાઈ પડ્યા છે અને તેનાં બીજાં પરિણામો આવે તે પહેલાં બદલી કરાવવા ફરી એક વખત પ્રયાસો શરૂ કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગંદા પાણીને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. મંત્રી યોગેશ પટેલે ગત સપ્તાહે અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં મેયર હાજર ન હતાં. બેઠકમાં પાણી પુરવઠા વિભાગના ઇ. એડિ. સિટી એન્જીનિયર અમૃત મકવાણા પાસેથી અન્ય ખાતા લઈ માત્ર પાણી પુરવઠો રાખવા મ્યુ.કમિ.ને સૂચના અપાઈ હતી. પાણી પુરવઠામાં અન્ય સિનિયર અધિકારીને મુકવાનું નક્કી કરાયું હતું.આ મામલે હજુ પણ નિર્ણય લેવાયો નથી. મંત્રીની સૂચનાનું પાલન કરવા પર પાલિકામાં બ્રેક વાગી છે. ચોમાસું માથે છે અને પાલિકાના વર્તમાન બોર્ડનું છેલ્લું વર્ષ છે ત્યારે અનેક વિવાદોની સંભાવના છે. જેથી નલિન ઉપાધ્યાયે નિવૃત્તિ વડોદરામાંથી નહિ લેવા ગાંધીનગરના દરબારમાં સંકેત આપ્યા હોવાનું મનાઈ રહ્યું છે.જોકે, તેમણે કોઈ લેખિત રજૂઆત કરી ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...