સંશોધન ક્ષેત્રે એમએસ યુનિવર્સિટીનો ક્રમ રાજ્યમાં બીજો છે. દુનિયાની તમામ યુનિવર્સિટીઓમાં પ્રથમ 10 ટકા સંશોધકો પૈકીના 22 એમએસ યુનિવર્સિટીમાં છે. એમએસ યુનિવર્સિટીમાં 100થી વધુ મહિલા સંશોધકો છે. જેઓ વિવિધ ફેકલ્ટીઓમાં સંશોધન કાર્ય કરે છે. જેમાં સારવાર માટે દવા આપવા મીટરના 10 હજારમાં ભાગની સોયથી માંડીને ક્લાઇમેટ ચેન્જને લીધે વીજ વપરાશ 30 ટકા વધ્યો જેવા સંશોધનોનો સમાવેશ થાય છે. આ સંશોધનો પૈકીના દેશ-સમાજને ઉપયોગી થતાં ચૂંટેલા 10 સંશોધનો અને તેમના મહિલા સંશોધકોની વાત અત્રે પ્રસ્તુત છે…
ડો. અંજલિ જીવાણી ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી
રિસર્ચ : હજારો ડોક્યુમેન્ટમાંથી ચોક્કસ જરૂરી માત્ર ટેક્સ્ટ ડેટા કેવી રીતે મેળવવામાં આવે છે તેના અલ્ગોરિધમ તેઓ તૈયાર કરે છે.
પ્રો. રાજશ્રી મશરૂ ફેકલ્ટી ઓફ ફાર્મસી
રિસર્ચ : સ્થૂળતા અને આર્થરાઇટીસ માટે હાલમાં ટેબ્લેટ લેવી પડે છે તેના બદલે સારવાર તરીકે જેલ- સ્પ્રે વિકસીત કરી રહ્યાં છે.
શીતલ શિંખેડે, પોલિટેક્નિક
રિસર્ચ : ઋતુ પરિવર્તનની ઘરેલુ વીજ વપરાશ પર શી અસર થઇ છે તેના વિશે વડોદરા શહેરમાં સંશોધન કરી ચૂક્યા છે.
આ.પ્રો. હેતલ ઠક્કર ફેકલ્ટી ઓફ ફાર્મસી
રિસર્ચ : ફેફસાંના કેન્સરની સારવાર માં ડ્રગ ટાર્ગેટિંગ માટે 1 મીમી લાંબી શંકુ આકારની માઇક્રો નીડલ ડેવલપ કરી છે.
ડો. કોમલ ચૌહાણ હોમસાયન્સ
રિસર્ચ : વૃદ્ધોમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માટે રાગી ધાન્ય તરીકે કેટલું ઉપયોગી છે તે વિશેનું સંશોધન કર્યું છે.
પ્રો.રત્નપ્રભા સી. ફેકલ્ટી ઓફ સાયન્સ
રિસર્ચ : શાકભાજીમાં જંતુનાશકો જાણવા, લોહીમાં ચરબીનું પ્રમાણ જાણવા બે બાયોસેન્સર્સ વિકસાવ્યાં.
પ્રતિમા બાવાગોંસાઇ ફેકલ્ટી ઓફ સાયન્સ
રિસર્ચ : ચીજ વસ્તુઓના ઉત્પાદન બાદ તેની આવરદા કેટલી હોઇ શકે છે તેને સમજવા માટેના 5 મોડેલ વિકસીત કર્યા છે.
સ્વેદજલ જેજૂરકર, ફેકલ્ટી ઓફ આર્ટસ
રિસર્ચ : સંંગીતના સંસ્કૃત ગ્રંથોની હસ્તપ્રતોનો અભ્યાસ કરીને સંગીત - સંસ્કૃતનો સમન્વય કરીને તેઓ સંશોધન કરે છે.
જી. અર્ચના ફેકલ્ટી ઓફ સાયન્સ
રિસર્ચ : તેઓ હાલમાં વિવિધ પાક પર જોવા મળતા અને ફોસ્ફરસ પેદા કરતા બેક્ટેરિયા વિશે સંશોધન કરી રહ્યાં છે.
પ્રો. કૃતિકા સાવંત ફેકલ્ટી ઓફ ફાર્મસી
રિસર્ચ : નેનો ટેક્નોલોજી પર આધારિત નોવેલ ડ્રગ્સ પાર્ટિકલ્સ તૈૈયાર કરાવી રહ્યાં છે જેથી વધુ અસરકારક પરિણામ મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.