પહેલ / MSUમાં હવે ચીનની કંપનીના CCTV કેમેરા નહીં લગાડાય

MSUs will no longer have CCTV cameras from Chinese companies
X
MSUs will no longer have CCTV cameras from Chinese companies

  • યુનિ.માં ઇનહાઉસ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઊભી કરાશે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 04:00 AM IST

વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીમાં પોતાની ઇન હાઉસ ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ ઉભી કરાશે. ત્રણ કરોડના ખર્ચે કમ્પ્યુટર વિભાગ દ્વારા સમગ્ર યુનિવર્સિટીને આવરી લેતી સિસ્ટમ તૈયાર કરાશે, જેનાથી વર્ષે ૩૦થી ૩૫ લાખની બચત થશે. ઉપરાંત ચાઇનીઝ કંપનીના વિરોધના પગલે સીસીટીવી માટે રી ટેન્ડરિંગ કરવામાં આવશે.

એમ.એસ.યુનિવર્સિટીમાં ૩૦ જૂને મળનારી સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સિટીની પોતાની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઉભી કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે. કમ્પ્યૂટર વિભાગ દ્વારા 5 વર્ષમાં 3.04 કરોડના ખર્ચે યુનિવર્સિટીની ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ ઊભી કરાશે. જેમાં પ્રથમ વર્ષે 1.16 કરોડના ખર્ચે સિસ્ટમ ડેવલપ કરાશે. યુનિવર્સિટીમાં એમકેસીએલ નામની કંપનીને કેટલાક વર્ષોથી કોન્ટ્રાક્ટ અપાયો છે. જેના દ્વારા  વિદ્યાર્થીઓના તમામ ડેટાથી લઈને પરિણામ એડમિશન સહિતની તમામ કામગીરી કરાઈ રહી છે. જેની પાછળ વર્ષે ૭૬ લાખનો ખર્ચો થાય છે. આ કંપની સામે કેટલાય સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. તેવા સમયે યુનિવર્સિટી દ્વારા પોતાની સિસ્ટમ ડેવલપ કરાશે, જેથી ઇન હાઉસ ફેસેલિટી મળી શકશે તેમજ વર્ષે ૩૦થી ૩૫ લાખની બચત પણ થશે. 

ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં સીસીટીવીનું રી-ટેન્ડરિંગ કરાશે. સીસીટીવીના ટેન્ડરમાં ચાઇનીઝ કંપની હોવાથી વિરોધ થયો હતો. જેથી હવે નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાશે. રી-ટેન્ડરિંંગની દરખાસ્તને સિન્ડિકેટમાં મંજૂરી અર્થે મૂકાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી