આગામી સમયમાં ભરતીની શક્યતા:MSUના હંગામી શિક્ષકોનો પગાર 20% સુધી વધારાશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિન્ડિકેટની બેઠકમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ અંગે નિર્ણય
  • નોનટીચિંગ સ્ટાફની ભરતી હવે એજન્સીઓને હવાલે થશે

એમએસ યુનિવર્સિટીમાં કામ કરતા સેંકડો હંગામી શિક્ષકોના પગાર ટૂંક સમયમાં વધશે. આ ઉપરાંત લાંબા સમયથી નોન ટીચિંગ સ્ટાફની અછતથી પીડાતી યુનિવર્સિટીમાં આગામી સમયમાં ભરતી થાય તેવી શક્યતા છે. શનિવારે સિન્ડિકેટની બેઠકમાં આ મુદ્દે સઘન ચર્ચા કરાઈ હતી. હંગામી શિક્ષકોના પગારમાં 20 ટકા સુધીનો વધારો કરાશે. જ્યારે નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે યુનિવર્સિટી સત્તાધીશોનો એકડો નીકળી ગયો છે. હવે એજન્સીના હવાલે નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરાશે.

સિન્ડિકેટની બેઠક અંગે માહિતી આપતાં રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાલમાં ટેમ્પરરી શિક્ષકોના માસિક પગાર લઘુતમ 25 હજાર છે, જેને વધારીને 30 હજાર કરવાની, જેનો પગાર 28 હજાર છે તેને વધારીને 33,500 અને 30 હજારના પગારદાર શિક્ષકોને રૂા. 36 હજાર કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત આગામી ટૂંક સમયમાં નોન ટીચિંગ સ્ટાફની પણ નવા પગાર ધોરણ સાથેની ભરતી કરાશે.’ જોકે આ માટે એક હાયરિંગ એજન્સીની નિમણૂક કરાશે. આગામી સિન્ડિકેટની બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. આ નિમણૂકમાં વિવિધ કેડરો અંગેની પણ વિચારણા હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત તેના આધારે પગાર ધોરણ પણ નક્કી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...