તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની સૂચના ઝાંપા સુધી:MSUનું જ ‘હોમવર્ક’ અધૂરું - 11 ફેકલ્ટીઓના 25 હજાર વિદ્યાર્થીનું આજથી શરૂ થનાર ઓફલાઈન શિક્ષણ ખોરંભે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગલા દિવસ સુધી સંમતિપત્રકની કાર્યવાહી ન કરાઇ, વર્ગો શરૂ થવા માટે રાહ જોવી પડશે
  • હોમ સાયન્સ, એજયુકેશન સાયકોલોજી, પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ઓફલાઇન શિક્ષણ માટે તૈયાર

રાજય સરકાર દ્વારા 15 મી જુલાઇથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટેની સૂચનાઓ 9 મી ઓગષ્ટના રોજ પરિપત્ર કરીને આપી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઇનની સાથે ઓનલાઇનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઓફલાઇન માટે વાલીના સંમતિ પત્રકો તથા વેક્સિનેશન સર્ટિફીકેટ જરૂરી હોવાનું પણ સૂચન કર્યું છે. જોકે એમ.એસ.યુનિવર્સિટીમાં 25 હજાર જેટલા વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ ગુરુવારથી શરૂ થઇ શકશે નહીં.

યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તમામ ફેકલ્ટી ડીનોને સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની સૂચનાઓ આપી હતી, તેમ છતાં પણ મ.સ.યુનિ.ના ફેકલ્ટી સત્તાધીશો કોઇ પણ નક્કર પ્રયાસ કરાયો નથી. જેથી 11 ફેકલ્ટીમાં ગુરુવારથી ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં થઇ શકે. કોમર્સ,સાયન્સ,આર્ટસ,ટેકનોલોજી જેવી મોટી ફેકલ્ટીમાં હજુ સંમતિ પત્રકની પ્રક્રિયા શરૂ કરાઇ છે. માત્ર હોમ સાયન્સ,એજયુકેશન સાયકોલોજી,પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ઓફલાઇન શિક્ષણ માટે સજ્જ છે.

હાલ શું સ્થિતિ ?
હજુ તો રૂમો ખોલીને સાફ સફાઇ પણ નથી કરાઇ

  • કોમર્સ, સાયન્સ, આર્ટસ, પોલીટેકનીક, ટેકનોલોજી ફેકલ્ટીના કોઇ પણ બિલ્ડિંગમાં સેનેટાઇઝ કરાયું નથી કે રૂમો ખોલીને સફાઇ પણ કરવામાં આવી નથી.
  • પીએચડીના વિદ્યાર્થીઓના કારણે અમુક લેબોરેટરીઓ જ કાર્યરત થઇ છે, જયારે અમુક લેબોરેટરીમાં તો સાધનો ધૂળ ખાતી હાલતમાં છે
  • ઘણા અધ્યાપકો ઘરેથી જ ઓનલાઇન શિક્ષણ આપે છે, જેમાં ફાવટ આવી જતા કોરોના નામ પર ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવામાં પાછી પાની કરી રહ્યા છે

કોમર્સઃ 15,000 વિદ્યાર્થી
હજુ કાલે જ શિક્ષકો મળ્યા છે હવે સંમતિ પત્રકની કાર્યવાહી કરીશું

એસવાય બીકોમ ટીવાય બીકોમના કલાસ શરૂ કરવા માટે શિક્ષકોની પૂરતી સંખ્યા કાલે જ પૂરી થઇ છે. હવે ઓફલાઇન માટે પ્લાનિંગ કરીશું. વિદ્યાર્થીઓના સંમતિ પત્રકો મંગાવવાની શરૂઆત કરાશે. 19 મી તારીખે સોમવાર પછી વિદ્યાર્થીઓને બોલાવવાની કાર્યવાહી શરૂ કરાશે. એમકોમમાં 26 મી થી પરીક્ષા છે જેથી તે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પછી જ ઓફલાઇન માટે વિચારણા કરાશે. - કેતન ઉપાધ્યાય, ડીન, કોમર્સ

સાયન્સઃ 25,00 વિદ્યાર્થી
આજથી સંમતિપત્રકો મોકલાવાની શરૂઆત કરાઇ છે સોમવારથી શરૂ થઇ શકે

બુધવારથી સંમતિપત્રકો મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ તથા વેકસિન લીધી છે તેના સર્ટિફીકેટ ફરજિયાત બતાડવા પડશે. સોમવાર 19 મી જુલાઇથી ઓફલાઇન ચાલુ થઇ શકે તેવી શકયતાઓ છે. કેટલા વિદ્યાર્થીઓ સંમતિપત્રક મોકલે છે તે પણ મહત્વનું છે. અમે અધ્યાપકોને ઓફલાઇન શિક્ષણ માટે તૈયાર રહેવા સૂચનાઓ આપી છે. - હરી કટારિયા, ડીન, સાયન્સ

આર્ટ્સઃ 2,400 વિદ્યાર્થી
વિદ્યાર્થીઓને બોલાવી ન શકાય, ગુંબજનું કામ ચાલે છે

આર્ટસ ફેકલ્ટી ગુંબજના રિપેરીંગ કામ ચાલે છે, જેથી એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓને તો ઓફલાઇન શિક્ષણ માટે બોલાવી શકાય તેમ નથી. કારણ કે ત્યાં જ આ વિદ્યાર્થીઓના કલાસ લેવાતા હોય છે. એમએના વિદ્યાર્થીઓને અન્ય બિલ્ડિંગમાં ભણાવી શકાશે તેના માટે સંમતિ પત્રકો મંગાવવાનું શરૂ કરાયું છે. - આધ્યા સકસેના, ડીન,આર્ટસ

ટેક્નોલોજીઃ 700 વિદ્યાર્થી
60 ટકા વિદ્યાર્થીઓ હોસ્ટેલના છે એટલે અત્યારે તો ઓનલાઇન ચલાવાશે

ટેકનોલોજીમાં 60 %વિદ્યાર્થી બહારના છે જે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. હાલ હોસ્ટેલ ચાલુ નથી જેથીઓનલાઇન જ ભણવું પડશે. લોકલ વિદ્યાર્થીઓ માટે સંમતિ પત્રકો મંગાવી જુલાઇના અંતમાં ઓફલાઇન શરૂ કરાશે. - સી.એન.મૂર્થી, ડીન, ટેકનોલોજી

​​​​​​​પોલીટેક્નીકઃ 500 વિદ્યાર્થી
હજુ તો એફવાય-એસવાયનું રીઝલ્ટ આવ્યું નથી તો ઓફ લાઇન કેવી રીતે ચાલુ કરવું

હજુ એફવાય- એસવાયનું રીઝલ્ટ જ આવ્યું નથી તો ઓફલાઇન કેવી રીતે ચાલુ કરવું. પરિણામ આવે ત્યાર પછી ઓફલાઇન શરૂ કરવા અંગે પ્લાનીંગ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ પાસે સંમતિપત્રકો મંગાવાશે. - વિરેન્દ્રસિંહ ખૈર,પ્રિન્સિપાલ,​​​​​​​પોલીટેક્નિક

​​​​​​​લો ફેકલ્ટીમાં 20મી બાદ ઓફલાઇન શિક્ષણ ચાલુ થશે
​​​​​​​લો ફેકલ્ટીમાં પરીક્ષાઓ ચાલે છે,20 મી જુલાઇએ પરીક્ષા બાદ ઓફલાઇનની કાર્યવાહી કરાશે. મેનજમેન્ટ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ ચાલી રહી છે જેથી તે પૂરી થયા પછી ઓફલાઇનની કાર્યવાહી થશે. ફાર્મસી ફેકલ્ટીમાં 70 ટકા વિદ્યાર્થીઓ બહારના હોવાથી ઓનલાઇન ચાલશે.

અન્ય સમાચારો પણ છે...