તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મ.સ.યુનિ.ના સત્તાધીશોના નામે વાઇરલ કરાયેલા બોગસ પરિપત્રને ફેક ગણાવીને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પરિપત્ર બનાવી વાઇરલ કરનારા શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બનાવની ગંભીરતા જોઇ જાતે જ સંજ્ઞાન લઇને બોગસ પરિપત્ર કોણે બનાવ્યો હતો તેની તપાસ શરુ કરી હતી અને ચાર શકમંદોની પુછપરછ કરી હતી. આઇપી એડ્રેસના આધારે વાયરલ કરનારાની શોધખોળ શરુ કરાઇ છે.
એમએસયુના સત્તાધીશોના નામે બોગસ પરિપત્ર બનાવીને સોશિયલ મિડીયામાં વાઇરલ કરાયો હતો. જેમાં એમએસયુના સત્તાધીશોના નામે ફેક લેટરપેડ બનાવી 7 ફેબ્રુઆરી પહેલાં બોયફ્રેન્ડ બનાવી લેવો, એકલી છોકરીને કોલેજમાં પ્રવેશ નહીં, તેવું લખાણ લખવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવતા સર્ક્યુલરની આબેહૂબ કોપી તૈયાર કરીને તેના જેવો જ બોગસ સર્ક્યુલર તૈયાર કરી સોશિયલ મિડીયામાં શેર કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરુ કરી હતી અને કોણે આ બોગસ પરિપત્ર બનાવ્યો હતો અને વાઇરલ કર્યો હતો.
તે સહિતના મુદ્દા પર આઇપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બોગસ પરિપત્રનું ઉદભવ સ્થાન ટ્રેક કરાઇ રહ્યું છે. હાલ અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરાઇ છે. પોલીસે વિવિધ ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને ચાર જેટલા શકમંદોની પુછપરછ શરુ કરી હતી. પોલીસે બનાવની ગંભીરતા જોઇને સામે ચાલીને સંજ્ઞાન લઇને તપાસ શરૂ કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.