પદવીદાનની પરંપરાના પગરણ:MSUના 205 વિદ્યાર્થીની ડિગ્રીમાં સ્નાતકની પ્રથમ મહોર લાગી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
MSUનું પહેલું કોન્વોકેશન
યુનિવર્સિટી ગાર્ડન - Divya Bhaskar
MSUનું પહેલું કોન્વોકેશન યુનિવર્સિટી ગાર્ડન
  • યુનિવર્સિટી ગાર્ડનમાં યોજાયેલા સમારંભમાં મુંબઇના મુખ્યમંત્રી બાલાસાહેબ ખેર મુખ્ય મહેમાન હતા
  • સૌથી વધુ ડિગ્રી બેચલર ઓફ ટેક્નોલોજીના 50 વિદ્યાર્થીઓને એનાયત કરાઇ હતી

6 ઓક્ટોબર, 1951ના દિવસે રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટાલિને રશિયા પાસે અણુબોંબ છે એવી વિસ્ફોટક જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી અને દુનિયાને યુદ્ધના અણસાર આપી દીધા હતા. ત્યારે બીજી તરફ એ જ દિવસે વડોદરામાં એક નવા શૈક્ષણિક યુગની શરૂઆત થઇ રહી હતી. 6 ઓક્ટોબર, 1951ના દિવસે જ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પહેલો પદવીદાન સમારોહ (કોન્વોકેશન) યોજાઇ રહ્યો હતો. તે સમયના મુંબઇના મુખ્યમંત્રી બાલાસાહેબ ગંગાધર ખેર હતા.

આ જ બાલાસાહેબને એમએસ યુનિવર્સિટીના પહેલા પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયા હતા. તે વર્ષોમાં હાલનું કોન્વોકેશન ગ્રાઉન્ડ જે તે સમયે યુનિવર્સિટી ગાર્ડન તરીકે જાણીતું હતું. આ યુનિવર્સિટી ગાર્ડનમાં યુનિવર્સિટીના પહેલા કોન્વોકેશનમાં તેમના હસ્તે કુલ 205 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ જ પહેલું કોન્વોકેશન હતું જ્યારે તત્કાલીન ચાન્સેલર ફતેસિંહરાવ ગાયકવાડે જે વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ સાથે માસ્ટર્સ ડિગ્રીમાં સૌથી વધુ ટકાવારી મેળવે તેને ચાન્સેલર્સ ગોલ્ડમેડલ એનાયત કરાશે તેવી જાહેરાત કરી હતી.

જે પરંપરા આજ સુધી યથાવત્ છે. એ જમાનામાં આજની જેમ મોબાઇલ ફોન ન હતા. વ્યક્તિ પાસે કેમેરા હોવો પણ વૈભવનું પ્રતીક હતું. ત્યારે વિદ્યાર્થીઓના નહીં પણ મહાનુભાવોના સ્ટેજ પર બેસેલા ફોટોગ્રાફ્સ જ ક્લિક કરવાની વણલખ્યી પરંપરા હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પહેલા એન્યૂઅલ રિપોર્ટના તે દિવસે ડિગ્રી લેવા 133 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

જ્યારે બાકીના 72 ‘ઘેર’હાજર હતા. સેનેટ-સિન્ડિકેટ સભ્યોની પરેડનું પ્રચલન ત્યારે પણ હતું. સૌથી વધુ ડિગ્રી બી.ટી(બેચલર ઓફ ટેક્નોલોજી)ના 50 વિદ્યાર્થીઓને એનાયત કરાઇ હતી. ત્યારથી અત્યાર સુધી 67 કોન્વોકેશન યોજાઇ ચૂક્યાં છે. દરેક કોન્વોકેશન સમારોહમાં કોઇ રાષ્ટ્રીય કક્ષાના આમંત્રિત મહાનુભાવે આવીને રૂબરૂ હાજરી આપી ડિગ્રીઓ એનાયત કરી છે.

પહેલા કોન્વોકેશનમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, ટેક્નોલોજી ફેકલ્ટી જ હતી
બીટી50
બીએસસી48
બીકોમ 39
બીએ
(ઓનર્સ) 36
એમ.ઇ15
એમ.એસસી 7
બીએ
(જનરલ ) 05
એમએ 4

લોકોએ રાષ્ટ્ર સ્વાવલંબનનું પ્રતીક ખાદી પહેરી હતી
યુનિવર્સિટીના પહેલા કોન્વોકેશનમાં મોટાભાગના સિન્ડિકેટ સેનેટ સભ્યો જ નહીં પણ મુખ્ય મહેમાન તરીકે આવેલા બી.જી.ખેરે પણ ખાદી પહેરી હતી. જ્યારે ચાન્સેલર ફતેસિંહરાવ તેમના રાજવી પોષાકમાં જ સજ્જ થઇને આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે તે વર્ષોમાં ખાદી રાષ્ટ્ર સ્વાવલંબનના પ્રતીક તરીકે સાચા અર્થમાં હતી.

અન્ય સમાચારો પણ છે...