એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનનો પ્રોપર્ટ ટેક્ષ એડવાન્સ રીબેટ યોજનામાં ભરીને રૂપિયાની બચતનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. વર્ષ 2022-23 માં 1.90 કરોડ રૂપિયા પ્રોપર્ટ ટેક્ષ એડવાન્સમાં ભરીને કોર્પોરેશનની રીબેટ યોજનાનો લાભ લઇ 9 લાખ રૂપિયા બચત કરશે. ગત વર્ષે પણ યુનિવર્સિટી દ્વારા એડવાન્સ ટેક્ષ ભરવામાં આવ્યો હતો. યુનિમાં 158 બિલ્ડિગો છે.
જે દરેકનો જુદોજુદો પ્રોપર્ટી ટેક્ષ આવે છે. તમામ બિલ્ડિગોનો ટેક્ષ એક સાથે યુનિવર્સિટી ભરે છે. તમામ બિલ્ડિંગોનો સંયુકત રીતે ટેક્ષની રકમ ચાલુ વર્ષે 1 કરોડ 90 લાખ 88 હજાર 285 રૂપિયા થાય છે. જે કોર્પોરેશનની એડવાન્સ રીબેટ યોજના અંતર્ગત કોર્મીશ્યલને મળતા 5 ટકા પ્રમાણે 9 લાખ 6 હજાર 922 રૂપિયા રીબેટ મેળવશે. ગત વર્ષે પણ યુનિ.એ પ્રોપર્ટી ટેક્ષ એડવાન્સમાં ભર્યો હતો. જેમાં પ્રોપર્ટી ટેક્ષ 1 કરોડ 81 લાખ 62 હજાર 96 રૂપિયા થાય છે. જેમાં યુનિવર્સિટીએ 7,29,007નું રીબેટ લીધું હતું. યુનિવર્સિટીને કોમર્શીયલ પ્રોપર્ટ ટેક્ષ પ્રમાણે રીબેટ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.