મ.સ.યુનિવર્સિટીમાં 2025 સુધીમાં 103 અધ્યાપકો તેમજ 209 જેટલા બિન-શૈક્ષણિક કર્મચારી નિવૃત્ત થશે. એક તરફ 600 થી વધુ જગ્યા ખાલી છે ત્યારે વહેલી ભરતી નહિ કરાય તો હંગામી કર્મીથી યુનિ.નો વહીવટ ચલાવવો પડશે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં ચાલુ વર્ષથી લઇને આગામી 3 વર્ષ 2023, 2024, 2025 સુધીમાં 103 અધ્યાપકો નિવૃત્ત થનાર છે. જેમાં સાયન્સ, કોમર્સ, ટેક્નોલોજી, ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સ, આર્ટ્સ, પોલીટેક્નિક, સોશિયલ વર્ક, પર્ફોર્મિંગ આર્ટ્સ, એજ્યુકેશન સાઇકોલોજી, લો ફેકલ્ટી, સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી 103 અધ્યાપકોનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે 209 જેટલા બિન-શૈક્ષણિક કર્મી 2025 સુધીમાં નિવૃત્ત થનાર છે. જેમાં પટાવાળાથી લઇને સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ક્લીનર, સ્વીપર, માળી, વોચમેન, ડેટા આસિટન્ટ, લેબ આસિસ્ટન્ટ, ઓફિસ સુરપિન્ટેન્ડેન્ટ જેવા કર્મીઓ નિવૃત્ત થનાર છે. 2025 સુધીમાં યુનિ.માં મોટી સંખ્યામાં કર્મચારી નિવૃત્ત થશે, જો તે પહલે તબક્કાવાર કાયમી કર્મચારીઓની ભરતી નહિ કરાય તો હંગામી કર્મીની ભરતી કરી કામગીરી કરવી પડશે.
અત્યારે પણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની અછત છે ત્યારે ભરતી પ્રક્રિયા હાથ ધરવા કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરાય છે, છતાં સત્તાધીશો દ્વારા કોઇ પ્રયાસો કરાઈ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના મામલે સરકારે ભરતી પ્રક્રિયા અટકાવી દીધા પછી ફરી શરૂ કરાઈ નથી. તાજેતરમાં સિન્ડિકેટ બેઠક પહેલાં પણ બિનશૈક્ષણિક કર્મીઓ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.