તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મ.સ. યુનિવર્સિટીમાં નવી ચોઇઝ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત યુનિવર્સિટીમાં ચોઇઝ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમનો અમલ કરવામાં આવશે. ચોઇઝ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ અનુસાર 120 ક્રેડિટની ડિગ્રી છે. મેજર વિષયમાં સ્પેશિયાલાઇઝેશન અને માઇનોર વિષયોમાં મલ્ટી ડિસિપ્લિનરી વિષયનો અમલ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં અત્યાર ત્રણ પ્રકારની પરીક્ષાના માર્ક ગણવાની પદ્ધતિ અમલમાં છે. જેમાં 70 માર્ક એક્સર્ટનલના, 30 ઇન્ટરનલના, ટેક્નોલોજીમાં આ પદ્ધતિ 80-20ના રેશિયોથી ચાલી રહી છે, જ્યારે ફાર્મસી ફેકલ્ટીમાં 75-25ના રેશિયોથી ચાલી રહી છે. આ પદ્ધતિઓ એક સમાન કરવામાં આવશે. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જ એક ભાગ હશે. ડિગ્રીની ક્રેડિટનું પણ રિ-સ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે.
50 માર્કની મીડ સેમેસ્ટર પરીક્ષાઓ લેવામાં આવશે. 40 માર્કની પરીક્ષા વધારેમાં વધારે 2 કલાકના સમયની લેવામાં આવશે. અત્યાર સુધી ચોઇસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમનો અમલ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસમાં કરાતો નહોતો, હવે તેનો અમલ કરવામાં આવશે. જેમાં જરૂરિયાત પ્રમાણે નવા વિષયોનો પણ ઉમેરો કરવામાં આવશે. ઓનલાઇન એજ્યુકેશન, મશીન લર્નિંગ જેવા અનેક વિષયોનો ઉમેરો કરવામાં આવશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.