તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મ.સ.યુનિ.માં ચાલુ વર્ષે 70:30ના જ રેશિયોથી ઇન્ટર્નલ-એક્સટર્નલ થશે

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બંને પરીક્ષા માટે 50-50 માર્કસનો પ્રસ્તાવ પીજી કાઉન્સિલમાં મૂકાયો
 • અગાઉ 60 માર્કસની ઇન્ટર્નલ પરીક્ષાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો

ઇન્ટર્નલ અને એક્સટર્નલ પરીક્ષાઓ 50-50 માર્કનો પ્રસ્તાવ પીજી કાઉન્સિલની બેઠકમાં મૂકાયો છે. જોકે ચાલુ વર્ષે મ.સ.યુન.માં તો 70 : 30 ના રેશિયાથી જ પરીક્ષા લેવાય તેવી શકયતા છે. અગાઉ 60 માર્કની ઇન્ટરનલ પરીક્ષા અને 40 માર્કની એક્સટર્નલ પરીક્ષાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જોકે કોઇ ફેકલ્ટી દ્વારા તેને અમલ કરાયો ના હતો.

એમ.એસ.યુનિવર્સિટીમાં ઇન્ટર્નલ પરીક્ષાઓ 60 માર્કસની લેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ વાઇસ ચાન્સેલર દ્વારા તમામ ફેકલ્ટી ડીન્સને અપાઇ હતી. જોકે માત્ર આર્ટસ ફેકલ્ટી દ્વારા તેને અમલ કરાયો હતો. ત્યારબાદ તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં સભ્યો દ્વારા આ પ્રસ્તાવને ફગાવી દઇને તેના પર પુન: વિચારણા કરવા માટે જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં બોલાવામાં આવેલી પીજી કાઉન્સિલની બેઠકમાં ફરી એક વાર ઇન્ટનલ પરીક્ષાઓના મુદે ચર્ચા હાથ ધરવામાં આવી હતી જેમાં નવો ફેરફાર સૂચવવામાં આવ્યો હતો.

જેમાં 50 માર્કની ઇન્ટરનલ તથા 50 માર્કની એક્ષર્ટનલ પરીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ઇન્ટરનલ પરીક્ષાઓને વધારે મહત્વ આપવા પર ભાર મૂકાયો હતો. પ્રસ્તાવ તો મૂકવામાં આવ્યો હતો જોકે તેને સિન્ડિકેટની મંજૂરી મળે અને બાદમાં ફેકલ્ટીઓ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે જ તે અમલમાં આવી શકે તેમ છે. જોકે ચાલુ વર્ષે કોઇ પણ સંજોગોમાં આ પ્રકારની સીસ્ટમ યુનિવર્સિટીમાં લાગુ થાય તેવા કોઇ એંધાણ દેખાઇ રહ્યા નથી. અગામી વર્ષે કદાચ સર્વસંમતિ સંધાય તો અમલ થાય તેવી શકયતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો