એમ.એસ.યુનિવર્સિટી દ્વારા વિવિધ દેશોની યુનિવર્સિટીઓ તથા ફોરેન મીશન એમ્બેસી યુએસએ સાથે કરાર કર્યા છે. જેમાં અમેરિકાના સિધ્ધીવિનાયક મંદિર, કુબેર ભંડારી તથા શક્તિધામ ટેમ્પલ સાથે પર્ફોમીંગ આર્ટસ ફેકલ્ટીનો એમઓયુ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ કોરીયાની ચુન્ગનમ નેશનલ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. જેમાં યુજી, પીજી, પીએચડીના વિદ્યાર્થીઓ હ્યુમીનીટી, સોશ્યલ સાયન્સ, ન્યુટ્રલ સાયન્સ, એન્જીનીયરીંગ, લાઇફ સાયન્સ, ફાર્મસી, મેડિસીન, આર્ટસ એન્ડ મ્યુઝીક, બાયોલોજીકલ સાયન્સ અને બાયોટેકનોલોજી અને એજયુકેશન ક્ષેત્રમાં આદાન-પ્રદાન કરશે.
આ ઉપરાંત ફાઇન આર્ટસ ફેકલ્ટી અને ફાન્સની આર્ટસ કોલેજ વચ્ચે પણ એમઓયુ કરવામાં આવ્યો છે. આ એમઓયુમાં આર્ટસ એન્ડ કલ્ચરલ સ્ટડીઝના એરીયા જેવા કે સ્કલ્પચર, એપ્લાયડ એન્ડ વીઝયુઅલ આર્ટસ, પેઇન્ટીંગ જેવા વિષયોમાં પ્રમોશન કરવામાં આવશે. યુનિવર્સિટીની ફેમેલી એન્ડ કોમ્યુનીટી સ્ટડીઝ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયકોલોજી ફેકલ્ટી ઓફ હ્યયુમન સાયન્સીઝ જર્મની સાથે કરાર કર્યા છે.
જેમાં એકડમીક અને એજયુકેશનલ કો-ઓપરેશનમાં જોઇન્ટ રીસર્ચ હાથ ધરશે. એમએસયુ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ઓફીસ ઓફ ફોરેન મીશન એન્ડ એમ્બસી, દિલ્હી, યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરીકા દ્વારા ફેલોશીપ એરીયા પર કામ કરશે. પર્ફોર્મિંગ આર્ટસ અને સિધ્ધી વિનાયક ટેમ્પલ, કુબેર ભંડારી અને શક્તિધામ ટેમ્પલ સાથે એમઓયુ કરવામાં આવ્યો છે. જેમાં વોકલ મ્યુઝીક, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝીક, ડ્રામેટીકસ, ભરતનાટયમ, કથક પર કરાર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.