વડોદરાનું ગૌરવ:MSUના સ્ટુડન્ટને UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં MSc મીડિયામાં અડમિશન મળ્યું, ઉચ્ચત્તર અભ્યાસ માટે 7920 પાઉન્ડની સ્કોલરશીપ મળી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સ્ટુડન્ટ કલરવ જોષીએ UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એડમિશન મેળવ્યું છે - Divya Bhaskar
વડોદરાના સ્ટુડન્ટ કલરવ જોષીએ UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એડમિશન મેળવ્યું છે
  • કલરવ જોષી વિશ્વની ઉચ્ચ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં MSc મીડિયાનો અભ્યાસ સપ્ટેમ્બરથી શરૂ કરશે

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે વડોદરા શહેરના રત્ન સમાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શહેરને વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધિ અપાવી રહ્યા છે, ત્યારે વડોદરાના નિવાસી યુવા અને તેજસ્વી કલરવ જોષીએ શહેરને ગૌરવપૂર્ણ ક્ષણ આપી છે. MS યુનિવર્સિટીની જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટીમાંથી જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનમાં સ્નાતક થયેલા કલરવ જોષીને UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં ઉચ્ચત્તર અભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ UKમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે આવે છે
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, યુનાઈટેડ કિંગડમમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે આવે છે. તેમજ LSEનો મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ વિભાગ શિક્ષણ અને સંશોધન માટે વિશ્વનું અગ્રણી કેન્દ્ર છે. કલરવ જોષીને LSEમાં એમએસસી મીડિયા, સંચાર અને વિકાસ વિષયના અભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે. તે આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર શહેરનો કદાચ બીજો વિદ્યાર્થી છે.

UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ(ફાઇલ તસવીર)
UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ(ફાઇલ તસવીર)

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા સ્ટુડન્ટને 7920 પાઉન્ડની સ્કોલરશીપ મળી
આ ઉપરાંત, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા કલરવ જોષીને 7920 પાઉન્ડની સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે. આ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત તેમને ટ્યુશન ફીમાં 7920 પાઉન્ડની રાહત આપવામાં આવશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(ફાઇલ તસવીર)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(ફાઇલ તસવીર)

સ્ટુડન્ટની સિદ્ધીથી ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું.
આ આનંદની ક્ષણે જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટી, એમ.એસ. યુનિવર્સિટીના ડીન ડૉ. નીતિ ચોપરાએ જણાવ્યું કે "હું કલરવ જોષીના LSEમાં એડમિશનથી આનંદિત છું. તે અમારી પ્રથમ BJMC બેચમાંથી છે, અને તેની સિદ્ધીથી ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. હું તેના ભવિષ્યના અભ્યાસની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું, અને મને ખાતરી છે કે ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને કૉમ્યૂનિકેશન અને એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડાના દૂત તરીકે વિશ્વની ક્ષિતિજ પર તેજસ્વી થઈને ચમકશે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે શહેરનું ગૌરવ વધારતી તથા વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રદાન કરતી આ ક્ષણ વડોદરા માટે આનંદના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...