તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • MSU Student From Vadodara Goes Door to door In Tribal Areas And Gives The Message 'Vaccinate, Save Lives', Covering 93 Villages In 15 Days

અનોખુ અભિયાન:વડોદરાની MSUની વિદ્યાર્થિની આદિવાસી વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને 'રસી મૂકાવો, જિંદગી બચાવોનો' મેસેજ આપે છે, 15 દિવસમાં 93 ગામો ખુંદી વળી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એકલવીર રસી પ્રચારકે માત્ર 15 દિવસમાં આદિવાસી વસ્તી ધરાવતા 93 ગામોમાં ફરીને કોરોનાની રસીનો વ્યાપક પ્રચા કર્યો - Divya Bhaskar
એકલવીર રસી પ્રચારકે માત્ર 15 દિવસમાં આદિવાસી વસ્તી ધરાવતા 93 ગામોમાં ફરીને કોરોનાની રસીનો વ્યાપક પ્રચા કર્યો
  • MS યુનિવર્સિટીએ આ એકલવીર રસી પ્રચારકને રાઈઝિંગ સ્ટાર ઓફ યુનિવર્સિટી ગણાવી છે

કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા સૌને રસી લઇ લેવા ખાસ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં, આદિવાસી વિસ્તારોમાં અને ઘણાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ રસીને લગતી ગેર સમજણો અને ખોટી અફવાઓને લીધે ઘણા લોકો રસી લેવાથી બચી રહ્યાં છે અને રસી લેવાનું ટાળવા વિવિધ બહાનાઓનો આશ્રય લેતા જોવા મળે છે, પરિણામે રસીકરણનો વેગ ધીમો રહે છે. ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થિની અને છોટાઉદેપુર જિલ્લાની વતની બિનલ રાઠવાએ સ્વયં પ્રેરણાથી પોતાના ગામની આસપાસના વિસ્તારોમાં કોરોનાની રસી સલામત છે, લેવી અનિવાર્ય છે અને તેનાથી કોઇ નુકસાન થતું નથી તેવી સમજાવટ શરૂ કરી છે.

વિદ્યાર્થિનીને પિતાનો પ્રોત્સાહક સહયોગ મળ્યો
કોરોનાની રસીના સદગુણોનો લોકોને સમજાય તેવી ભાષામાં પ્રચાર કરવાની તેમની આ પહેલની યુનિવર્સિટીએ ખૂબ સારી નોંધ લેતા બિનલને પોતાના એફ.બી.પેજ પર રાઇઝિંગ સ્ટાર ઓફ ધી યુનિવર્સિટી તરીકે બહુમાન આપ્યું છે. કોરોનાના આંશિક લોકડાઉન દરમિયાન ઓનલાઇન શિક્ષણ ઘેર રહીને મેળવતા બિનલે પોતાના વિસ્તારના લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવા જરૂરી સમજાવટનું અભિયાન ઘેર ઘેર ફરીને શરૂ કર્યું હતું. જેમાં તેમના પિતાનો પ્રોત્સાહક સહયોગ મળ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લા પ્રશાસને ખૂબ જ સકારાત્મક નોંધ લઇને તેને પોતાના અભિયાનમાં પ્રચારક તરીકે જોડી
છોટાઉદેપુર જિલ્લા પ્રશાસને ખૂબ જ સકારાત્મક નોંધ લઇને તેને પોતાના અભિયાનમાં પ્રચારક તરીકે જોડી

યુવા સમુદાય માટે એક પ્રેરક પહેલ કરી
અહીં એ નોંધ લેવી ઘટે કે, જ્યારે આદિવાસી સમુદાયને સમુદાયની જ કોઈ વ્યક્તિ પોતાની ભાષાના સ્પર્શ સાથે સમજાવે ત્યારે તેની અસરકારકતા વધી જતી હોય છે. બિનલે જાતે પ્રેરણા લઇને આ કામ ઉપાડ્યું અને યુવા સમુદાય માટે એક પ્રેરક પહેલ કરી છે. બિનલના આ ખૂબ ઉપયોગી કામની છોટાઉદેપુર જિલ્લા પ્રશાસને ખૂબ જ સકારાત્મક નોંધ લઇને તેને પોતાના અભિયાનમાં પ્રચારક તરીકે જોડી છે.

બિનલની આ પહેલ માર્ગદર્શક અને રાજ્યના વિદ્યાર્થી કર્મશીલોને નવી દિશા ચિંધનારી છે
બિનલની આ પહેલ માર્ગદર્શક અને રાજ્યના વિદ્યાર્થી કર્મશીલોને નવી દિશા ચિંધનારી છે

15 દિવસમાં આદિવાસી વસ્તી ધરાવતા 93 ગામોમાં ફરી વળી
તેના ભાગરૂપે આ એકલવીર રસી પ્રચારકે માત્ર 15 દિવસમાં આદિવાસી વસ્તી ધરાવતા 93 ગામોમાં ફરીને કોરોનાની રસીનો વ્યાપક પ્રચાર કરવાની સાથે, રસી લગાવો: જિંદગી બચાવોનો પ્રેરક દેશ આપ્યો છે. બિનલની આ પહેલ માર્ગદર્શક અને રાજ્યના વિદ્યાર્થી કર્મશીલોને નવી દિશા ચિંધનારી છે.

MS યુનિવર્સિટીએ આ એકલવીર રસી પ્રચારકને રાઈઝિંગ સ્ટાર ઓફ યુનિવર્સિટી ગણાવી છે
MS યુનિવર્સિટીએ આ એકલવીર રસી પ્રચારકને રાઈઝિંગ સ્ટાર ઓફ યુનિવર્સિટી ગણાવી છે
વિદ્યાર્થિની આદિવાસી વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને 'રસી મૂકાવો, જિંદગી બચાવોનો' મેસેજ આપે છે
વિદ્યાર્થિની આદિવાસી વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને 'રસી મૂકાવો, જિંદગી બચાવોનો' મેસેજ આપે છે
અન્ય સમાચારો પણ છે...