તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કોરોના વચ્ચે MSUએ કોન્વોકેશન ઓફલાઇન યોજવા મંજૂરી માગી

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુનિ.નો 69મો પદવીદાન 17 એપ્રિલે યોજવાનું આયોજન
 • કમ્પ્યૂટર આર્કિટેક્ટ-USB ઇન્વેન્ટર અજય ભટ્ટ દીક્ષાંત પ્રવચન આપશે

એમ.એસ. યુનિવર્સિટીનો 69મો પદવીદાન સમારંભ 17મી એપ્રિલે ઓફલાઇન યોજવા માટેની પરવાનગી માગવામાં આવી છે. જોકે ઓફલાઇનની પરવાનગી નહિ મળે તો ઓનલાઇન મોડથી કોન્વોકેશન યોજવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી અને કમ્પ્યૂટર આર્કિટેક્ટ-યુએસબી ઇન્વેન્ટર અજય ભટ્ટ ઓનલાઇન દીક્ષાંત પ્રવચન આપશે.

કોરોના મહામારીના કારણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 69મો દીક્ષાંત સમારંભ યોજવામાં વિલંબ થયો છે. આખરે યુનિવર્સિટી સત્તાધીશોએ 17મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે દીક્ષાંત સમારંભ યોજવા માટેની જાહેરાત કરી છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તંત્ર પાસે ઓફલાઇન મોડથી કોવિડની ગાઇડ લાઇન પ્રમાણે સમારંભ યોજવાની પરવાનગી માગી છે. જોકે તંત્ર પરવાનગી નહિ આપે તો ઓનલાઇન મોડથી યોજવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઇન મોડથી જ કોન્વોકેશન યોજવામાં આવે તેવી શક્યતાઓ વધારે દેખાઇ રહી છે.

69મા કોન્વોકેશનમાં દીક્ષાંત પ્રવચન માટે એમ.એસ. યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થી ટેક્નોક્રેટ અજય ભટ્ટને નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ અમેરિકાથી ઓનલાઇન મોડથી દીક્ષાંત પ્રવચન આપશે. દુનિયાને યુએસબીની ભેટ આપનાર ટેક્નોક્રેટમાં તેમનું નામ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો