તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MSUની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પર રહેશે બાજનજર:પરીક્ષાર્થીઓ પર નજર રાખવા વિશેષ સોફ્ટવેર ડેવલપ કર્યું, વિદ્યાર્થી હલનચલન કરે તે સાથે ફોટો ક્લિક થાય છે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોફ્ટવેરનો ઉપયોગ કરી 3 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લેવાઈ, ગેરરીતિ કરતા 80 પકડાયા
  • ગેરરીતિમાં પકડાયેલાને ઓનલાઇન કમિટી સમક્ષ બોલાવાય છે

એમએસ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કરતા 80 વિદ્યાર્થીઓને સોફ્ટવેરની બાજનજરે ક્લિક કર્યા છે. આ વિદ્યાર્થીઓને અનફેરમિન્સ કમિટી સમક્ષ હાજર રહેવું પડ્યું છે. દેશની પ્રતિષ્ઠિત અમદાવાદ આઇઆઇએમ સહિતની સંસ્થાઓના સોફ્ટવેરના અભ્યાસના આધારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પર ચાંપતી નજર રાખી શકે તે માટે એમએસ યુનિવર્સિટીએ પોતાના જ કમ્પ્યૂટર સેન્ટરમાં આ વિશેષ પ્રકારનું સોફ્ટવેર વિકસાવ્યું છે.

આ સોફ્ટવેર વિશે વાત કરતાં યુનિવર્સિટીના સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ સોફ્ટવેર થકી અત્યાર સુધી 3 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી છે, જે પૈકી ગત એપ્રિલ-મે દરમિયાન જે પરીક્ષા લેવાઇ હતી, તેમાં 80 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પકડાયા છે.’ આ વિદ્યાર્થીઓને પણ સ્પષ્ટતા આપવા માટે ઓનલાઇન જ કમિટી સામે બોલાવવામાં આવી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, પરીક્ષા અગાઉ પરીક્ષાર્થીને આઇકાર્ડ આપવામાં આવે છે. આ આઇકાર્ડ તેણે અપલોડ કરવાનું હોય છે. આ ઉપરાંત પરીક્ષાર્થીએ પરીક્ષા આપતાં દરમિયાન કમ્પ્યૂટર સાથેના વેબ કેમ ધરાવતા પીસી સમક્ષ ફરજિયાત બેસવાનું હોય છે.

ઓનલાઇન પરીક્ષા દરમિયાન એક શિક્ષક 80 વિદ્યાર્થી પર નજર રાખે છે
આ સોફ્ટવેરમાં પરીક્ષા આપી રહેલા પરીક્ષાર્થીને કમ્પ્યૂટર સામે એક ફ્રેમમાં બેસવાનું હોય છે. જો વિદ્યાર્થી પરીક્ષા આપતાં આપતાં સહેજ પણ તેના માથાની હલન ચલન કરે એટલે તેનો ફોટો તેની સાથે એટેચ્ડ કેમેરા દ્વારા ક્લિક થવાના શરૂ થઇ છે. આ ઉપરાંત પરીક્ષા ચાલતી હોય ત્યારે એક સાથે આવા 80 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. જ્યારે કોઇ વિદ્યાર્થીની વર્તણૂક સંદિગ્ધ જણાય ત્યારે તેને વિશેષ કમિટી સમક્ષ મૂકવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...