તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:MSUમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન પ્રથમ વર્ષમાં 4563 વિદ્યાર્થીઓ વધ્યા, ચાલુ વર્ષે 762 વધુ છાત્રોનો પ્રવેશ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વર્ષ 2020-21માં અત્યાર સુધી 19,693 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

મ.સ. યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં 5 વર્ષમાં 4563 વિદ્યાર્થીઓ વધ્યા છે, જ્યારે 2020-21માં અત્યાર સુધી 19,693 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. યુનિવર્સિટીમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે.

મ.સ.યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે અત્યાર સુધી 762 વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જોકે હજુ આ સંખ્યામાં વધારો નોંધાશે. આ વખતે રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. વર્ષ 2020-21 માટે 53,492 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, જેમાંથી 19,693 વિદ્યાર્થીઓએ પ્રવેશ લઇ લીધો છે.

ગત વર્ષે 2019-20માં 48,905 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેની સામે 18,931 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. ગત વર્ષની તુલનામાં અત્યાર સુધી 762 વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. દર વર્ષે પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. યુનિવર્સિટીમાં ગત વર્ષે કુલ 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 50 હજારથી ઉપર પહોંચશે.

વિદ્યાર્થીઓની સંખ્યા 50 હજારથી વધુ થશે
મ.સ.યુનિ.માં દર વર્ષે વિદ્યાર્થીની સંખ્યા વધી રહી છે. ગત વર્ષે યુનિ.ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 45 હજાર હતી જે ચાલુ વર્ષે વધીને 50 હજારને પાર કરી દેશે. યુનિ.માં દર વર્ષે રાજ્ય બહારના અને વિદેશના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

છેલ્લાં 5 વર્ષના આંકડા
મ.સ.યુનિવર્સિટીમાં 5 વર્ષમાં વર્ષ 2020-21માં સૌથી વધુ છાત્રોએ પ્રવેશ મેળવ્યો છે.

વર્ષફોર્મ ભરાયાપ્રવેશ મેળવ્યો
2016-1745,12715,130
2017-1855,51117,254
2018-1945,48917,996
2019-2048,90518,931
2020-2153,49219,693
અન્ય સમાચારો પણ છે...