તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વેકેશનની જાહેરાત કરાતાં MSUની પરીક્ષા અટવાઈ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે 5 જૂન સુધીનું વેકેશન જાહેર કરી દીધું
 • 11 મેથી શરૂ થતી એસવાયની પરીક્ષા અનિશ્ચિત

સરકાર દ્વારા વેકેશનની જાહેરાત કરી દેવાતા યુનિવર્સિટીની પરીક્ષા નું ભાવિ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે.૧૧ મે થી શરૂ થતી એસવાય બીકોમ ની પરીક્ષા લેવાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે રાજ્ય સરકાર દ્વારા અચાનક જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં 5 જૂન સુધીનું વેકેશન જાહેર કરી દીધું છે જેના પગલે એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઓનલાઇન ક્લાસીસ અને મે મહિનામાં લેવાનારી પરીક્ષા નું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે.

ગત વર્ષે કોરોના ની શરૂઆત થયા પછી તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી રહી છે તેવા સમયે હજુ સુધી વિદ્યાર્થીઓ નો અભ્યાસક્રમ પૂરો થયો નથી અને મોટાભાગની ફેકલ્ટીઓ દ્વારા બે મહિનામાં પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સરકાર દ્વારા વેકેશન ની જાહેરાત કરી દેવામાં આવતા હવે જુલાઈ ઓગસ્ટ મહિના સુધી સત્ર ચાલુ રહે તેવી શક્યતા છે.

૧૧ મી ના રોજ કોમર્સ ફેકલ્ટી દ્વારા એસવાય બીકોમ ની પરીક્ષા લેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને ટાઇમટેબલ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે જોકે હવે આ પરીક્ષા લેવામાં આવશે કે નહીં ત્યાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હજુ સુધી પરીક્ષા અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કોમર્સમાં અત્યારે ટીવાય બીકોમ ની પરીક્ષા ચાલી રહી છે જેના બે પેપર બાકી છે વેકેશન પડી ગયું હોવા છતાં પણ પરીક્ષા પૂર્ણ કરી દેવાનો કોમર્સ ફેકલ્ટી ના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે.જો કે આ અંગે વિદ્યાર્થી નેતાઓએ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો