• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • MSU Elaction Result Abhilasha Agarwal In MSU's Home Science Faculty In Vadodara, Hasmukh Vaghela In Pharmacy, Amar Dhomsen's Victory In Commerce

સેનેટ ચૂંટણી મતગણતરી પૂર્ણ:વડોદરામાં MSUની ટેક્નોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવત અજેય રહ્યા, આર્ટ્સમાં ડો.દિનેશ યાદવ અને લો ફેકલ્ટીમાં અવધૂત સુમનનો વિજય

વડોદરાએક મહિનો પહેલા
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં પરિણામો જાહેર થતાં સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો
  • મતગણતરી સ્થળ પાસે ફટાકડા ફોડતી વખતે નાળિયેરીના બે ઝાડમાં આગ લાગતા દોડધામ મચી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 બેઠક માટેની ચૂંટણી બાદ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ટેક્નોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવત, હોમ સાયન્સ ફેકલ્ટીમાં અભિલાષા અગ્રવાલ, ફાર્મસી ફેકલ્ટીમાં હસમુખ વાઘેલા અને કોમર્સ ફેકલ્ટીમાં અમર ઢોમસેનો વિજય થયો છે. જીત બાદ વિજેતા ઉમેદવાર નરેન્દ્ર રાવતે મેં હું ડોન ગીત પર ડાન્સ કર્યો હતો.

કઇ ફેકલ્ટીમાં કયા ઉમેદવારનો વિજય

ફેકલ્ટીનું નામવિજેતા ઉમેદવાર
ટેક્નોલોજીનરેન્દ્ર રાવત
હોમ સાયન્સઅભિલાષા અગ્રવાલ
ફાર્મસીહસમુખ વાઘેલા
કોમર્સઅમર ઢોમસે
લોઅવધૂત સુમન
આર્ટ્સ ફેકલ્ટીડો.દિનેશ યાદવ
સોશિયલ વર્કકપિલ જોષી
પર્ફોમિંગ આર્ટ્સવિનોદ પટેલ
ફાઇન આર્ટ્સબિપિન પટેલ

ફટાકડા ફોડતી વખતે નાળિયેરીના બે ઝાડમાં આગ લાગી
મતગણતરી સ્થળ પાસે ઉમેદવારોની જીતને લઇને સમર્થકોએ ફટાકડા ફોડતા નાળિયેરીના એક ઝાડમાં આગ ફાટી નીકળી હતી. એક ઝાડમાં આગ લાગતા આગ બીજા ઝાડમાં પણ પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો.

એક ઝાડમાં આગ લાગતા આગ બીજા ઝાડમાં પણ પ્રસરી ગઇ હતી
એક ઝાડમાં આગ લાગતા આગ બીજા ઝાડમાં પણ પ્રસરી ગઇ હતી

12 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો
આજે બપોરે 12 વાગ્યાથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મત ગણતરીનો પ્રારંભ થયો હતો. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તમામ ફેકલ્ટીઓની મત ગણતરી અલગ-અલગ રૂમોમાં કરવામાં આવી હતી. આજે પ્રોફેસર કેટેગરીની પાંચ બેઠકો માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે 133 પ્રોફેસર મતદાન કરશે અને સાંજે પરિણામ જાહેર થશે. ઉલ્લેખનિય છે કે, ગઇકાલે સેનેટની ચૂંટણીમાં 55.34 ટકા મતદાન થયું હતું.

આજે બપોરે 12 વાગ્યાથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મત ગણતરીનો પ્રારંભ થયો હતો
આજે બપોરે 12 વાગ્યાથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મત ગણતરીનો પ્રારંભ થયો હતો

9 બેઠકો માટેની ચૂંટણીમાં 55.34 ટકા મતદાન થયું
એમ.એસ.યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 બેઠકો માટેની ચૂંટણીમાં 55.34 ટકા મતદાન થયું હતું. જે ગત ચૂંટણીમાં 58.70 ટકાથી 3.46 ટકા ઓછું થયું છે. ચૂંટણીના મતદાનમાં ભાજપના બુથ મેનેજમેન્ટનો ફિયાસ્કો થયો હતો. ભાજપે કોમર્સ અને ટેક્નોલોજી ફેકલ્ટીમાં 2 પ્રભારીની નિમણૂંક કરીને મતદારોને ઘરેથી બુથ સુધી લઇ જવા માટે માઈક્રો પ્લાનિંગ કર્યુ હતું, પરંતુ આ જ બે ફેકલ્ટીમાં ભાજપની બાજી ઉધી પડી હતી. કોમર્સ ફેકલ્ટીમાં ગત ચૂંટણીમાં 60.95 ટકા મતદાનની સામે આ વખતે 14.51 ટકા ઘટીને 46.44 ટકા થયું હતું તેવી જ રીતે ટેકનોલોજી માં 52.15 ટકાથી 4.88 ટકા ઘટીને 47.30 નોંધાયું હતું. સૌથી વધારે પર્ફોમીંગ આર્ટસમાં 73 ટકા થયું હતું.

ટેક્નોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવતનો વિજય
ટેક્નોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવતનો વિજય

કયાં કેટલું મતદાન?
ફેકલ્ટી 2021
ટેક્નોલોજી 47.30%
કોમર્સ 46.44%
હોમસાયન્સ 51%
પર્ફોમિંગ આર્ટ્સ 73%
ફાર્મસી 66%
આર્ટ્સ 69.85%
ફાઇન આર્ટ્સ 49%
સોશિયલ વર્ક 70.05%
લો 63%

અન્ય સમાચારો પણ છે...