તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશનું ઉલ્લંઘન?:સરકારની સૂચના છતાં MSUમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ ન કરાયા, સંમતિપત્રકો મગાવ્યા પછી કેમ્પસ શરૂ કરવા અંગે વિચારણા

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધ્યાપકો માટે ઓનલાઇન એજ્યુકેશન કમ્ફર્ટ ઝોન!

8 ફેબ્રુઆરીથી રાજય સરકારની જાહેરાત છતાં મ.સ. યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થયા ન હતા. સત્તાધીશોને કેમ્પસ શરૂ કરવામાં કોઇ રસ ના હોય તે પ્રકારે સંમતિ પત્રકો મંગાવ્યા પછી કોલેજ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજયભરમાં મોટાભાગની કોલેજોની શરૂઆત થઇ ચૂકી છે જોકે એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોને ઓફલાઇન મોડ શરૂ કરવામાં કોઇ રસ નથી. ઓનલાઇન મોડના કમ્ફર્ટ ઝોનમાં મજાથી નોકરી કરી રહેલા અધ્યાપકોને અને ખાસ કરીને ફેકલ્ટી ડીનોને કેમ્પસ ફરી શરૂ થાય તેમાં રસ ના હોય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. સંમતિપત્રકો મંગાવ્યા પછી કેમ્પસ ફરી કયારથી શરૂ કરવાનું તે અંગે વિચારણા કરાશે. સત્તાધીશોની ઉદાસીનતાના પગલે વિદ્યાર્થીઓ પણ કેમ્પસમાં આવવા માટે પ્રેરાઇ રહ્યા નથી.

રાજયની ઘણી બધી યુનિવર્સિટીઓ દ્વારા તો ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે તેવા સમયે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોરોનાનો હાવ ઉભો કરીને કેમ્પસ ખોલી રહ્યા નથી. ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હોસ્ટેલો અને કેમ્પસ શરૂ કરી દીધા છે. તેવા સમયે છેલ્લા 10 મહિનાથી ઓનલાઇન મોડથી અભ્યાસ કરીને ત્રાસી ચૂકેલા વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવી રહ્યો નથી. ઓનલાઇન મોડથી લેવાતી પરીક્ષા પણ ફારસરૂપ સાબિત થઇ છે. વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઅામ ચોરી કરાઇ રહી છે તેમ છતાં પણ સત્તાધીશોને અનુરૂપ ઓનલાઇન પરીક્ષા લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો