સિદ્ધિ:MSUના પૂર્વ વિદ્યાર્થીઓની એપ નેશનલ કોન્કલેવ માટે પસંદ થઇ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપથી નજીક રહેતા એક્સપર્ટ સુધી પહોંચી જાણકારી લઇ શકાશે
  • વડોદરાના હિમોફિલિક પેશન્ટ વિદ્યાર્થીની એપના 10 લાખ યૂઝર્સ

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ બનાવેલી એપ નેશનલ કોન્કલેવ માટે પસંદ કરવામાં આવી છે. એપના માધ્યમથી નજીકના વ્યકતિ, એક્ષપર્ટ પાસેથી જાણકારી મેળવી શકાય છે. યુક્રેન યુધ્ધ વખતે ભારતીય વિદ્યાર્થીઓ આ એપની મદદથી ભેગા થયા હતા. દુનિયામાં આ એપના 10 લાખ યુઝર્સ છે. એપ બનાવનાર પૂર્વ વિદ્યાર્થી હિમોફિલિક પેશન્ટ છે.

એમ.એસ.યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીએ એમ.એસ.યુનિવર્સિટીના જ સ્ટાર્ટઅપની મદદથી તૈયાર કરેલી રેસ્ટિકા નામની એપ્લીકેશનની મિશન ટુ યુએસએ 2023ના ભાગ રૂપે ભારત સરકાર તરફથી નેશનલ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ માટે પસંદગી કરવામાં આવી છે. એપ બનાવનાર પૂર્વ વિદ્યાર્થી આનંદ વાધડિયાએ જણાવ્યું હતું કે, માનવ મૂલ્ય આઇડેન્ટિફિકેશન (પોર્ટલ) માટેનું અનોખું સામાજિક પ્લેટફોર્મ 2018માં બનાવ્યું હતું. અત્યારે જે પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ છે તે વ્યસાયિક કે મિત્રોને જોડવાનું કામ કરે છે અને મનોરંજનનું જ માધ્યમ છે.

જોકે અમે તૈયાર કરેલા પ્લેટફોર્મ પર લોકો એક બીજાને મદદ કરે તેવો આશય છે. કોઈને નવો વ્યવસાય શરુ કરવો છે અને એમને કોઈ સારા વ્યવસાહીક સલાહકાર પાસે જવું છે પણ એમને ખબર નથી કે શું કરી શકાય, આવા સંજોગોમાં, એ વ્યક્તિ સાઈટ પર સર્ચ કરશે કે એમની જરૂરીયાત પ્રમાણે એમની નજીકમાં કોણ વ્યક્તિ ઉપલબ્ધ છે તો તેમને તેમનો ડેટા મળશે. આ સ્ટાર્ટઅપમાં 10 લાખ લોકો દેશ-વિદેશમાંથી જોડાયા છે. આ પ્રોડક્ટ દરેક લોકો માટે તદ્દન ફ્રી છે. આ વેબસાઈટનો મહત્તમ ઉપયોગકર્તા યુરોપીઅન અને વેસ્ટર્ન દેશો છે.

આ એપ થકી યુક્રેનમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
યુક્રેન યુધ્ધ વખતે આ એપની મદદથી ભારતીય વિદ્યાર્થીઓ જે એક જ શહેરમાં હોવા છતાં એક બીજાને ઓળખતા ના હતા તેઓ એકબીજાનો સંપર્ક કરી શકયા હતા. એકબીજાને મદદ પહોંચાડી હતી. 2 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ એપનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...