તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કોલરશિપ:વડોદરાની MS યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2020-21 માટેની સ્કોલરશિપ જાહેર કરી, વિદ્યાર્થીઓ 5થી 15 જુલાઇ સુધી અરજી કરી શકશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
એમ.એસ.યુનિવર્સિટી(ફાઇલ તસવીર)
  • વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીની વેબસાઈટ પરથી સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કોલરશિપ જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીના જરૂરિયાત મંદ બોનાફાઇડ વિદ્યાર્થીઓ 5થી 15 જુલાઇ-2021 દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીની વેબસાઈટ www.msubaroda.ac.in પરથી સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.

માતા-પિતા ગુમાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે
એમ.એસ. યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોવું જરૂરી છે. અરજી કરતી વખતે બેંકની માહિતિ જેમ કે IFSC કોડ, ખાતા નંબર સહિતની વિગતો ભરવાની રહેશે. જે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક મર્યાદા વધુમાં વધુ 3.5 લાખ રૂપિયા હોય તેઓ અરજી કરી શકશે. તેના માટે આવકનો દાખલો અધિકૃત સરકારી અધિકારી(જેમ કે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર) દ્વારા પ્રમાણિત કરેલો હોવો જરૂરી છે, જે અપલોડ કરવાનો રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ કોવિડ મહામારી દરમિયાન પોતાના માતા-પિતા ગુમાવ્યા હોય તેઓ પણ પ્રમાણિત પુરાવા સાથે અરજી કરી શકે છે.

કોવિડ મહામારીને કારણે આર્થિક રીતે પીડિત વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો પ્રયાસ
કોરોનાની સ્થિતિમાં સુધારો આવતાની સાથે જ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે આ સ્કોલરશીપ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોવિડ મહામારીને કારણે આર્થિક રીતે પીડિત વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...