એકતરફી પ્રેમ:વડોદરામાં એમ.એસ. યુનિ.ની વિદ્યાર્થિનીને યુવકની ધમકી "પ્રેમ સંબંધ નહીં રાખે તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ"

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાવપુરા પોલીસે યુવતીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
રાવપુરા પોલીસે યુવતીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
  • યુવતીને હેરાન કરવા યુવક કોલેજની લેબ સુધી પહોંચી ગયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી તેમજ યુવતી પ્રેમ સંબંધ ન રાખેતા તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક સામે એટ્રોસિટી સહિતીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

સોશિયલ મીડિયામાં ચેટિંગ કરતાં
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, છ મહિના પહેલા તે પડોશમાં રહેતા યુવક સૌરભ પ્રભાશંકર ગીરીના સંપર્કમાં આવી હતી. યુવતીને ડી.જે. બનવું હોવાથી બંને વચ્ચે મિત્રતા થતાં ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ પર ચેટિંગ કરવા લાગ્યા હતા. દરમિયાન યુવતીએ સૌરભ સાથે ફોન પર વાત કરવાની બંધ કરી હતી. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને જો તુ મારી સાથે વાત નહીં કરે તો તને બદનામ કરીશ અને તારા પરિવારને હેરાન પરેશાન કરીશ. જેથી ગભરાઇ ગયેલી યુવતીએ 9 માર્ચ 2022ના રોજ ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ યુવકના પરિવારે બાહેંધરી લીધી હતી કે અમારો દિકરો હવે પરેશાન નહીં કરે તેથી આ બાબતે સમાધાન થયું હતું.

બીજે રહેવા જતા ત્યાં આંટા-ફેરા કરતો
યુવતી વડોદરામાં જ પોતાના બીજા ઘરે રહેવા જતી રહી હતી. ત્યાં પણ યુવક આંટા-ફેરા મારવા લાગ્યો હતો અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં શી ટીમની મદદથી અરજી હતી. દરમિયાન ગત 13 એપ્રિલના રોજ યુવતી કોલેજમાં પહોંચી ત્યારે તેની પાછળ સૌરભ કોલેજની લેબમાં પહોંચી ગયો હતો જેથી કોલેજમાં એમ.એસ.યુનિવર્સિટીના વિજીલન્સ સ્ટાફે તેને પકડીને રાવપુરા પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. આ ઘટના બાદ 30 એપ્રિલના રોજ યુવતીને ધમકી ભર્યો પત્ર મળતા તેણે યુવક સામે જવાહરનગરમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...