સારવાર:MPની મહિલાની કિડનીમાં બ્લેક ફંગસ જણાતાં સયાજીમાં દાખલ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો, 50% કેસમાં દર્દી રિકવર થાય છે
  • અત્યાર સુધી નાક, આંખ, જડબામાં જ ફંગસ જોવા મળતી હતી

કોરોનાના સેકન્ડ વેવ બાદ એસએસજીમાં મ્યુકર માઈક્રોસીસના 446 દર્દીની સારવાર કરાઈ છે. જોકે આ તમામ દર્દીને નાક-આંખ સહિતના મોઢાના ભાગોમાં ફંગસનું નિદાન થયું છે. જોકે સયાજી હોસ્પિટલમાં પહેલી વખત કિડનીમાં મ્યુકોરમાઈક્રોસીસ થયું હોવાનો કેસ આવ્યો છે.

મધ્યપ્રદેશની મહિલાની કિડનીમાં બ્લેક ફંગસનું નિદાન થતાં સારવાર શરૂ કરાઈ છે. અત્યાર સુધી નાક, આંખ અને સાયનસમાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. જોકે મધ્યપ્રદેશની મહિલા દર્દીની કિડનીમાં બ્લેક ફંગસ જણાતાં તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાંં છે.

ઈન્દોરની 3 હોસ્પિટલમાં મહિલા દર્દીએ સારવાર કરાવી હતી, પરંતુ પરીણામ ન મળતા 27 એપ્રિલે સયાજીમાં પહોંચ્યાં હતાં. જ્યાં તપાસ કરાતાં કિડનીમાં બ્લેક ફંગસ હોવાનું નિદાનમાં આવ્યું હતું. સયાજીના એસોસિયેટ પ્રોફેસર ડો.સંજીવ શાહે જણાવ્યું કે, આ પ્રકારના કેસ ખૂબ જ ઓછા આવે છે. અમદાવાદમાં પણ આવો એક કેસ નોંધાયો છે.

જ્યારે વડોદરામાં પહેલો કેસ છે. કિડનીમાં બ્લેક ફંગસ ઝડપથી ફેલાતી ન હોવાથી 50 ટકા કેસમાં દર્દી રિકવર થઈ જાય છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસીસના વધુ 16 કેસ નોંધાયા હતા. એસઅેસજીમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. શુક્રવારે કુલ 41 ઓપરેશન કરાયાહતા. જયારે 6 દર્દીને ડિસ્ચાર્જ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...