તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના નેતાઓએ જ પાલિકાની પોલ ખોલી:વડોદરામાં પ્રિ-મોન્સૂનની આડેધડ કામગીરીને લઇને સાંસદ ભૂખી કાંસમાં ઉતર્યા, મેયરે પાણીની પાઇપલાઇન મુદ્દે પોલ ખોલી નાખી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ભુખી કાસમાં પાણીની લાઇન લીકેજ હોવાની પોલ ખોલી હતી - Divya Bhaskar
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ભુખી કાસમાં પાણીની લાઇન લીકેજ હોવાની પોલ ખોલી હતી
  • ભાજપના જ નેતાઓ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા હોવાથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની આડેધડ કરવામાં આવેલી કામગીરીની પોલ ખોલવા ખુદ ભાજપના જ આગેવાનો જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ભુખી કાસમાં પાણીની લાઇન લીકેજ હોવાની પોલ ખોલી હતી. ભૂખી કાંસનો જૂનો સ્લેબ તૂટી ગયો હોવા છતાં તેની ઉપર નવો સ્લેબ બનાવી દીધો હતો. ત્યાર બાદ સાંસદ, મ્યુનિસિપલ કમિશનર અને મેયર ભુખી કાસમાં ઉતર્યા હતા.

પાઈપ લાઇન નાખવના મુદ્દે મેયર કેયુર રોકડિયાએ પણ પોલ ખોલી
થોડા દિવસ પહેલાં લાલબાગ તળાવ અને કાશી વિશ્વનાથ તળાવનું પાણી આજુબાજુની સોસાયટીમાં ફરી વળતુ હોવાથી તેને ધ્યાનમાં રાખી 6 ઇંચની પાઇપલાઇનના સ્થાને 12 ઇંચની પાઈપ લાઇન નાખવના મુદ્દે મેયર કેયુર રોકડિયાએ પણ પોલ ખોલી હતી. અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મોકૂફ કરી દીધો હતો અને આ બાબતે મોડી સાંજે ફરી પાઇપ લાઇન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પીવાના પાણીની મુશ્કેલીને લઇને ભાજપના કોર્પોરેટરે પોલ ખોલી
દક્ષિણ ઝોનમાં તરસાલીમાં પાણીની લાઈનનો વાલ્વ બંધ હતો. જેને કારણે વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ હતી. તે અંગે ભાજપના જ સ્થાનિક કોર્પોરેટરે કોર્પોરેશનની પોલ ખોલી નાખી હતી અને બંધ વાલ શરૂ કરાવ્યો હતો. ભાજપના મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલે દુષિત અને પીવાના પાણીના મુદ્દે કોર્પોરેશનની પોલ ખોલી હતી અને તેઓએ ફ્લોર પર બેસી જવાની ધમકી આપી બે ઇજનેરોની બદલી કરાવી દીધી હતી.

નવા સ્ટ્રીટ લાઇટના થાંભલા મુદ્દે પોલ ખુલી ગઇ
આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ સ્ટ્રીટ લાઈટ કમિટીની બેઠકમાં વડોદરા શહેરમાં પ્રવેશને જોડતા મુખ્ય રસ્તા પર બે વર્ષ પૂર્વે જ નવા સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં આવ્યા હતા અને તે હટાવી નવા સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવાની કામગીરી કોર્પોરેશન દ્વારા થઈ રહી હોવાની પોલ ખોલી હતી.

એન્ટ્રી ગેટ પહેલા વરસાદમાં જ તૂટી પડતા હલકી કક્ષાની કામગીરીની પોલ ખોલી
ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે પણ વડોદરા શહેરમાં લાગેલા એન્ટ્રી ગેટ પહેલા વરસાદમાં જ તૂટી પડતા હલકી કક્ષાની કામગીરીની પોલ ખોલી હતી અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

ભાજપના નેતાઓ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે
તેજ પ્રમાણે ભાજપના કોર્પોરેટર શૈલેષ પાટીલે ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજની કામગીરીનું ટેન્ડર બહાર પડ્યું હતું. તે અંગે વિવાદ ઊભો કરી તેઓએ ડ્રેનેજ વિભાગ પર દબાણ કર્યું હતું કે, તમે જેને ટેન્ડર આપો છો તેને આપશો નહીં અને જો તેમ નહીં કરો તો રાજીનામું આપી દઈશ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરા કોર્પોરેશનમાં ભાજપના જ હોદ્દેદારો અને આગેવાનો કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી રહ્યા હોવાથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...