તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરફેણ:બ્લેક લિસ્ટ રચના કન્સ્ટ્રક્શનને ફરી રૂા.2 કરોડનું કામ આપવા હિલચાલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડાં ચોરી પ્રકરણ બાદ અગાઉ દરખાસ્ત મુલતવી રખાઇ હતી
  • ઉત્તર ઝોનમાં સિવિલ વર્કની કામગીરી કરાવવા પુન: દરખાસ્ત ચઢાવાઇ

લાકડા ચોરી વિવાદમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરને રૂા.2 કરોડનો સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ ફરી એક વખત શરૂ થતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખતા પાલિકા દ્વારા તા.15 મેના રોજ રચના બિલ્ડીંગ કોન્ટ્રાકટરને (ઉત્તર ઝોન)માં ઝાડની ડાળીઓ ટ્રિમિંગ અને કટીંગ કરવાનો ઇજારો આપવામાં આવેલો હતો.જેમાં વૃક્ષોનું ટ્રિમિંગ કર્યા બાદ લાકડા ખાનગી સો-મિલમાં પધરાવ્યા હતા.જેની તપાસ ગાર્ડન વિભાગના હવાલાના ડાયરેકટર ડો.મંગેશ જયસ્વાલને સોંપાઇ હતી અને તેમણે શો કોઝ નોટિસ પણ ફટકારી હતી.

વૃક્ષો ના લાકડા ખાનગી સો મિલમાં લઇ જતા પકડાયેલા રચના કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કરીને ડિપોઝિટ જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. આજ કોન્ટ્રાક્ટરનું ઉત્તર ઝોનમાં સિવિલ વર્ક ની કામગીરી કરવા માટે બે કરોડ રૂપિયાના ખર્ચ મર્યાદામાં વાર્ષિક ઈજારો આપવા માટેનું ટેન્ડર પાલિકાને મળ્યું હતું.જેને મંજૂરી માટે ગત મહિને મળેલી સ્થાયીમાં મૂકાતા દરખાસ્ત મુલતવી કરાઇ હતી. હવે ફરી એક વખત આ દરખાસ્ત સ્થાયી સમિતિના એજન્ડામાં લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...